India

નાના એવા ડોગી ને સંધિવાનો રોગ થતા તેના માલિકે તેના માટે જે કર્યું તે જોઈ લોકો પણ રહી ગયા છે દંગ, જુઓ વિડીયો.

Spread the love

આપણને ખ્યાલ છે તેમ આપણે એવા ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ કે તે ઘરમાં કોઈ પાલતુ પ્રાણીઓને રાખતા હોય છે. જેમાં ખાસ કરીને બિલાડી અને કૂતરાઓનો સમાવેશ થાય છે. લોકો પોતાના ઘરમાં જે કોઈપણ પાલતુ પ્રાણીઓને રાખે છે તેને કોઈ પણ તકલીફ પડવા દેતા નથી અને પોતાના ઘરના સદસ્યો ની જેમ તેને સાચવતા હોય છે તેના માટે સમયસર જમવાનું અને રહેવા માટે નાનું એવું ઘર પણ બનાવી દેતા હોય છે.

એવો જ એક વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાણવા મળ્યું કે આ વીડિયોમાં જોવા મળતા નાના એવા ડોગીને સંધિવા નો રોગ હોય તેના કારણે તેના પગમાં ખૂબ દુખાવો થાતો હોવાના કારણે તે ચાલી શકતો હોતો નથી અને દાદરા પણ ચડી શકતો હોતો નથી. આથી ડોગીના માલિકે તેને દાદરા ચડવા ઉતરવાની તકલીફમાંથી છુટકારો મળે એ માટે તેને દાદરામાં એક નાની એવી લિફ્ટ બનાવી આપી અને લિફ્ટ ની ઉપર એક બસ અને એની ઉપર ડોગીને બેસીને ઉત્તર ઉતરી શકે તેવી વ્યવસ્થા કરી આપી હતી.

આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ નાનું એવું ક્યુટ ડોગી આરામથી નાની એવી બસમાં બેસીને દાદરા માં લગાવેલી લિફ્ટ મારફતે નીચે ઉતરે છે અને આરામથી તેના માલિક પાસે ચાલ્યું જાય છે. આ વીડિયોને જોઈને લોકો પણ ખૂબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કારણ કે પોતાના ઘરના સદસ્યની જેમ આ ડોગી નું ધ્યાન રાખવામાં આવે છે અને તેને કોઈપણ જાતની તકલીફ પડવા દેવામાં આવતી નથી.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે. આવા પાલતુ પશુ અને પ્રાણીઓના પ્રેમીઓના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે અને લોકોને સાથે પશુ પ્રાણીઓની વફાદારી પણ એવી જ હોય છે કે જે કોઈ દિવસ તેના માલિકને દગો આપતા નથી અને પૂરેપૂરી વફાદારી નિભાવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *