મુકેશ અંબાણીનો યુરોપમાં આવેલ આ આલીશાન મહેલની ખાસિયતો અને તસવીરો જોઈ આંખો પહોળી થઇ જશે…જુઓ અંદરની તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશ અંબાણી પાસે અઢળક સંપત્તિ છે, ત્યારે અમે આપને જણાવશું કે યુરોપમાં અંબાણી ની અતિ કિંમતી અને આલીશાન બંગલો આવેલો છે.વર્ષ 2021માં અંબાણી પરિવારે. 57 મિલિયન પાઉન્ડ એટલે કે, આશરે રૂ. 592 કરોડમાં આ કન્ટ્રી ક્લબ અને રિસોર્ટને ખરીધુ હતું સ્ટોક પાર્ક લિ. બ્રિટનના બકિમઘમશાયરમાં એક હોટેલ અને ગોલ્ફ કોર્સની માલિકીની કંપનીના હસ્તાંતરણથી રિલાયન્સની કન્ઝ્યુમર અને હોસ્પિટાલિટી સેક્ટરની સંપત્તિમાં વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર અંબાણીનું આ નવું ઘર 300 એકરમાં બનેલું છે. અંબાણીએ આ ઘર લંડનના બકિંઘમશાયરમાં ખરીદ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 1908માં બનેલી આ હવેલી શરૂઆતમાં ખાનગી રહેઠાણ હતી, પરંતુ બાદમાં તેને કન્ટ્રી ક્લબમાં બદલી દેવામાં આવી. સમાચાર અનુસાર, આ મહેલ જેવા આ લક્ઝુરિયસ ઘરમાં 49 બેડરૂમ છે, એક અત્યાધુનિક મેડિકલ સુવિધા છે.
આ આલીશાન ઘર મુકેશ અંબાણી અને તેમના પરિવારના બીજા ઘર તરીકે ઓળખાશે. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારે આ વર્ષની દિવાળી નવા ઘરમાં જ મનાવી છે. તે 100 વર્ષથી વધુ જૂનું છે જેમાં જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મ પણ શૂટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીના કન્ઝ્યુમર બિઝનેસને વેગ મળશે. આ ઉપરાંત ભારતના હોસ્પિટાલિટી ઉદ્યોગની વિશ્વભરમાં પ્રશંસા થશે.
વાસ્તવમાં આ બહુમાળી ઈમારતમાં ખુલ્લી જગ્યાનો અભાવ છે. આવી સ્થિતિમાં, અંબાણી પરિવાર ખુલ્લી જગ્યા વાળું ઘર શોધી રહ્યો હતો, ત્યારબાદ આ ઘર લંડનમાં લેવામાં આવ્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારે મુંબઈમાં હાઈરાઈઝ બિલ્ડિંગ એન્ટિલિયામાં મહામારી અને લોકડાઉનનો સમય પસાર કર્યા બાદ આ નવું ઘર ખરીદવાનો નિર્ણય કર્યો છે.
લંડનના નવા ઘરમાં 49 બેડરૂમ તેમજ અત્યાધુનિક તબીબી સુવિધાઓ છે. આટલું જ નહીં પણ અહીં એન્ટિલિયા જેવું મંદિર પણ છે. સમાચાર અનુસાર, અંબાણીના આ નવા ઘરમાં મુંબઈના એન્ટિલિયા જેવી તમામ સુવિધાઓ છે. આ સિવાય આ ઘરમાં અનેક એકરમાં ખુલ્લી ગ્રીન સ્પેસ છે. આ ઘર અંબાણી પરિવારની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવ્યુ છે. ખરેખર આ અંબાણી પરિવાર માટે એન્ટીલિયા કરતા ખાસ છે.