મુકેશ અંબાણી નું ઘર 8-રિક્ટર સ્કેલ ભૂકંપ સામે પણ રહે છે અડીખમ એવી એવી વિશેષતા કે જાણી ને આવી જશે ચક્કર,,જાણો વિગતે.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને આખા વિશ્વમાં પણ પોતાના નામનો ડંકો વગાડતા મુકેશ અંબાણી વિશે આજે ભારતના દરેક લોકો જાણે છે. મુકેશ અંબાણીએ થોડા સમય પહેલા તેના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં એક આલીશાન બંગલો ખરીદ્યો હતો. માત્ર દુબઈમાં જ નહીં વિશ્વના ઘણા બધા દેશોમાં મુકેશ અંબાણી એ પોતાની સંપત્તિ રોકી રાખેલી છે. આજે અમે તમને મુકેશ અંબાણીના ભારતમાં આવેલા ઘર એન્ટિલિયા વિશે જણાવવા જઈશું.
કે તેની શું શું ખાસિયતો છે. મુકેશ અંબાણી નું ઘર એન્ટેલિયા મુંબઈના અલ્ટ્રા માઉન્ટ રોડ પર બનેલું છે. આ ઘર ચાર લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલું છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની કિંમત 200 મિલિયન ડોલર આપવામાં આવે છે. એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 11 અબજથી પણ વધારે ઘરની કિંમત ગણવામાં આવે છે. આ ઘરમાં ટોટલ નવ લીફ્ટ મૂકવામાં આવેલી છે. આ બંગલામાં યોગા સેન્ટર, સ્વિમિંગ પૂલ, સ્પા સેન્ટર અને ડાન્સ સ્ટુડિયો વગેરે મૂકવામાં આવેલા છે.
આ ઘર બનાવવા માટે લાઈટ નો કોન્ટ્રાક્ટ ઓસ્ટ્રેલિયા ની એક કંપનીના હાયર કરવામાં આવ્યો હતો. આ ઘરને એ રીતે બનાવવામાં આવેલું છે કે જો આઠ રિક્ટર સ્કેલનો ભૂકંપ પણ આવી જાય તો પણ આ ઘર ભૂકંપના ઝટકાને સહન કરી શકવાની તાકાત ધરાવે છે. મુકેશ અંબાણીના ઘરમાં ખાસ સૂર્ય અને કમળની ડિઝાઇન વાળા અલગ રૂમ બનાવવામાં આવેલા છે. દિવાલ ઉપર ધીરુભાઈ અંબાણીની એક ખૂબ મોટી તસવીર પણ લગાડેલી છે.
તો ઘરની છત ઉપર ફટીકમય ઝુમ્મર લટકાવેલું જોવા મળે છે. આ ઘરમાં લીવીંગ રૂમ પણ બનાવવામાં આવેલો છે. લિવિંગ રૂમ ની બાજુમાં ખૂબ જ અદભુત શણગારેલી ગણેશ ભગવાન ની સોનેરી મૂર્તિ પર મૂકવામાં આવેલી છે અને ખાસ પ્રકારના છોડ દ્વારા આખા એન્ટેલિયાની ડિઝાઇન કરવામાં આવેલા છે. આ મુકેશ અંબાણી નું મુંબઈનું ઘર ખરેખર અદભુત અને શાનદાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!