જય હિન્દ ! લદ્દાખ વિસ્તાર માં ભારતીય જવાનો ને નડ્યો અકસ્માત. બસ નદીમાં ખાબકતા 7-જવાનો ના થયા મોત.
ભારત દેશ માટે એક દુઃખદ ઘટના સામે આવી છે. લદ્દાખ ના વિસ્તાર માં એક ભારતીય સેનાની બસ શ્યોક નદીમા ખાબકતા 7-ભારતીય જવાનો ના મોત થયા છે. ભારતીય યુવાનો નું નાનપણ થી જ જો કોઈ સપનું હોઈ તો તે છે ભારતીય સેનામાં જવાનું. ભારતીય યુવાનો ભારતીય સેનામાં જોડાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. અને પોતાનું સપનું પૂરું કરતા હોય છે.
લદ્દાખ ના તુર્તક સેક્ટર માં એક ભારતીય જવાનો થી ભરેલી બસ પરતાપુર ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફ તરફ જય રહી હતી. આ દરમિયાન બસ માં 26 જવાનો હતા. બસ સવારે નવ વાગા ની આસપાસ એક ઉપર થી નીચે 50-60 ફૂટ ઊંડી શ્યોક નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના માં કુલ 7 ભારતીય જવાનો ના મોત થયા હતા. બસ માં સવાર 19 જવાનો ને ગંભીર ઈજાઓ થઇ હતી.
આ વિસ્તાર એટલો દુર્ગમ છે કે ત્યાં વાહનો લઇ જવા મુશ્કિલ છે. આ માટે ભારતીય એરફોર્સ ની મદદ લેવામાં આવી હતી. એરફોર્સ ની મદદ થી ઘાયલોને વેસ્ટ્રન કમાન્ડ હોસ્પિટલ ચંદીમંદિર માં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ને લઇ ને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. અને સમગ્ર મામલે તપાસ ચાલુ કરી હતી.
આ ઘટના જ્યાં બની તે સ્થળ થોઇસ થી લગભગ 25 કિલોમીટર દૂર છે. ઘાયલ સૈનિકોને હાઈ સેન્ટર તરફ રીફર કરવા એરફોર્સ ની મદદ લેવામા આવી રહી છે. ભારતીય જવાનો ક્યારેક અથડામણો માં શહિંદ થતા હોય છે. પણ આ ઘટના માં તો બસ અકસ્માત ના લીધે સૈનિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.