ટેમ્પો ચાલાક ની બેદરકારી એ એક બાઈક ચાલક નો જીવ લીધો. ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા બની ધ્રુજાવનારી ઘટના.
ગુજરાતમાં રોજે રોજ અકસ્માત થવાનો બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે. લોકો ની બેદરકારી ના લીધે અનેક લોકો જીવ ગુમાવી બેસે છે. ગાડીઓની વધતી સંખ્યા, ખરાબ રસ્તા, ગાડીઓની ફૂલ સ્પીડ વગેરે કારણ જવાબદાર હોય છે. એવામાં ઘણા સામાન્ય પરિવારના સભ્યો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા આખો પરિવાર તબાહ થઈ જતો હોય છે.
ક્યારેક પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિનું મોત થઈ જતા પરિવારને રસ્તા ઉપર આવી જવું પડતું હોય છે. અકસ્માત ની એવી એક ઘટના ફરી ગુજરાતમાં બની છે. ધનસુરા ના વડા ગામમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલક વ્યક્તિ નું તરફડિયા મારી મારીને મોત નીપજી ગયું હતું. આ અકસ્માતમાં એક ટેમ્પો રસ્તા ઉપર જઈ રહ્યો હતો. તે દરમિયાન તેને અચાનક ટેમ્પો ચાલકે બ્રેક મારી દીધી હતી.
જેથી કરીને પાછળ બાઈકમાં આવી રહેલો યુવાન ટેમ્પા ની પાછળ ઘૂસી ગયો હતો. અને ડીઝલ ની ટાંકી એ ફસાઈ ગયો હતો. જે બાદ સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો હતો. અને હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ તે પહેલા જ યુવાન મૃત્યુને ભેટીયો હતો. આ સાથે અકસ્માતની જાણ પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગંભીર અકસ્માતમાં બાઈક સવારની બાઈકના કુરચે કુરચા ઉડી ગયા હતા.
અને અકસ્માત એટલો ગંભીર હતો કે જોવા વાળાની તો આખો જ ફાટી ગઈ હતી. આવી ઘટના ગુજરાતમાં બનતી હોય આવી ઘટનાની ભારે ચકચાર મચી જવા પામતી હોય છે. લોકો ઘરેથી ક્યારેક નીકળતા હોય છે કામ પર પરંતુ તે લોકો ઘરે પરત ફરી શકતા હોતા નથી. અને પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. દિન પ્રતિદિન ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓ વધવા લાગે છે. વરસ દરમિયાન અકસ્માતના આંકડાઓ સામે આવતા લોકો પણ ચોકી ઉઠતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!