કિશન ભરવાડ કેસ માં હાઇકોર્ટે કર્યો મોટો ધડાકો. આરોપી મોલાના ની જમીન અરજી, જાણો વિગતે.
રોજ રોજ હત્યાના અનેક કેસો ગુજરાતમાં અને ભારતમાં બનતા હોય છે. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 25 જાન્યુઆરી 2022 ના રોજ ધંધુકામાં ધોળા દિવસે એક કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આ કિશન ભરવાડના કેસથી આજે ગુજરાત અને ભારતમાં કોઈપણ વ્યક્તિ અજાણ નથી. કિશન ભરવાડે અમુક સમાજને એ બાબતે એવી વાત કહી હતી કે જે સમાજ દ્વારા પસંદ કરવામાં આવી ન હતી.
પરંતુ કિશન ભરવાડ એ માફી માંગી હતી છતાં પણ કિશન ભરવાડ ની ધોળા દિવસે બે યુવક દ્વારા ધંધુકામાં ભર બજારે હત્યા કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ બાબતે પોલીસે સઘન તપાસ હાથ ધરી અને પોતાના ચક્રો ગતિમાં કર્યા હતા. જેમાં ઘણા બધા આરોપીઓની સંડોવની સામે આવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે 30 જાન્યુઆરીના રોજ દિલ્હી રાજ્યમાંથી મોલાના કમર ગણી ની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ મૌલાના ને જેલ ભેગા ધકેલી ને દેવામાં આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે મોલાના કમર ગણી ઉસ્માન મીના ના વકીલે હાઇકોર્ટમાં મોલાના ની જામીન બાબતે અરજી કરી હતી. પરંતુ સરકારની રજૂઆત હતી કે આરોપી ઉપર જીવ લેવાનો ગંભીર ગુનો દાખલ થયેલો છે. અને પૂરતા પુરાવા પણ છે. આથી વધુ તપાસ માટે માંગણી કરી હતી. ત્યારબાદ હાઇકોર્ટેડ જામીન અરજી ફગાવી દીધી હતી.
આમ હજુ પણ આરોપીને જામીન આપવામાં આવ્યા ન હોવાને લીધે લોકોમાં ખુશીની લાગણી જોવા મળે છે. જ્યારે આ બનાવ બન્યો હતો. ત્યારે આ ઘટનાના પગલાં આખા ભારત દેશમાં પડ્યા હતા. અને લોકોએ આખા ગુજરાતમાં ઠેર ભેગા થઈને આ ઘટનાનો સખત તરીકે વિરોધ કર્યો હતો. જેમાં કેટલાય લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ બનાવ બનતા આખા ગુજરાતમાં અજંપા ભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે આગળ જોવાનું રહ્યું કે શું કાર્યવાહી થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!