મિત્રો આપણે સૌ જાણીએ છીએ મનોરંજન આપણા જીવન માટે ઘણું જરૂરી છે દેશમાં મનોરંજન માટે અનેક માધ્યમો છે. આપણા દેશમાં લોકોને અલગ અલગ ફિલ્મ જોવી ઘણી પસંદ છે જેના કારણ દેશમાં દર વર્ષે અનેક ફિલ્મો બનાવવામાં આવે છે જોકે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કોરોના ની પરિસ્થિતિ ચાલી રહી છે તેવામાં જ્યારે કોરોના ની ત્રીજી લહેરની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ સિનેમાહોલ બંધ કરી દેવાયા છે. અને અમુક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે.
આવા પ્રતિબંધ ના કારણે નવી બનનારી ફિલ્મ ની રિલીઝ ડેટ પાછળ ધકેલવામાં આવી છે. જોકે હાલમાં લોકોને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબસિરિઝ જોવાનું વધુ પસંદ કરતા હોય છે. તેવામાં તેવામાં હવે એક ફિલ્મને લઈને આવી જ અટકળો ચાલી રહી છે.
મિત્રો આપણે અહીં ફિલ્મ વલીમાઇ વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે આ ફિલ્મ અજીત કુમાર ની છે. પહેલા આ ફિલ્મ 13 જાન્યુઆરીએ નાં રોજ રીલીઝ થવાની હતી. પરંતુ કોરોના ના વધતા સન્ક્ર્મણ ના કારણે, અને દેશના જુદા જુદા વિસ્તારો માં જોવા મળતા પ્રતિબંધ ના કારણે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની રીલીઝ મુલતવી રાખી છે.
જો કે જણાવી દઈએ કે કોરોના ના કારણે ફિલ્મ ‘વલીમાઈ’ માટે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ફિલ્મ નિર્માતાઓ ને ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવા માટે રૂપિયા 300 કરોડ આપવાની વાત કરી હતી જોકે ફિલ્મ નિર્માતાઓએ આ પ્રસ્તાવ માન્યો નહીં.
જણાવો દઈએ કે ફિલ્મ ‘વલીમાઈ’ એક બિગ બજેટ ફિલ્મ છે શોના મેકર્શ નું કહેવું છે કે લોકોને આ ફિલ્મ સિનેમાઘરમા જઈને જોવી વધુ પસંદ આવશે. જો વાત આ ફિલ્મ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજીત કુમાર અને હુમા કુરેશી જોવા મળશે.
આ ઉપરાંત અન્ય કલાકારો જેવાકે યોગી બાબુ અને સુમિત્રા ઉપરાંત પુગાઝ, રાજ અયપ્પા અને અન્ય ઘણા કલાકારો પણ જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મના પ્રોડ્યુસર બોનીકપુર છે. ઉપરાંત એચ વિનોથ ડાયરેક્ટર છે. જણાવી દઈએ કે આ ફિલ્મ બનાવવાનો ખર્ચ આશરે 150 કરોડ થયો છે.