India

પાકિસ્તાની પ્રેમીને મળવા મહિલા પોતાના પતિ અને સંતાનને છોડીને પહોંચી….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો લાગણીશિલ છે જેના કારણે તે પોતાના જીવનમાં ઘણા લોકો સાથે સંબંધ ધરાવે છે. માનવીના આવા સંબંધ પૈકી પ્રેમ સંબંધ એક છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો જરૂરી છે.

પ્રેમમાં પડેલ વ્યક્તિ પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવા માટે તમામ હદ પાર કરવા પણ તૈયાર થઈ જાય છે. પ્રેમમાં પડેલ આવા પ્રેમીઓ પરિવાર અને સમાજનો સામનો કરવા પણ તૈયાર થઈ જાય છે. જો કે ઘણી વખત આવા પ્રેમીઓ પ્રેમમાં એવી હદો પણ પાર કરી જાય છે જેના કારણે ઘણી વખત આવા પ્રેમ કરતા લોકોના પરિવારને પણ તેના માઠા પરિણામો સહન કરવા પડે છે.

આપણે અહીં એક એવા જ પ્રેમ બનાવ અંગે વાત કરવાની છે જેને તમામ હદો પાર કરી નાખી છે. જણાવી દઈએ કે એક મહિલા પોતાના પાકિસ્તાની પ્રેમી ને મળવા પોતાના પતિ અને બાળકને છોડી ને તેને મળવા નીકળી ગઈ હતી. આ બનાવ અંગે વિગતવાર માહિતી આ પ્રમાણે છે.

મિત્રો જણાવી દઈએ કે આ પાકિસ્તાની પ્રેમી નું નામ અલી છે. જો વાત આ બનાવ અંગે કરીએ તો આ બનાવ રાજસ્થાનનો ધોલપુર જિલ્લો નો છે. અહીં એક લગ્ન થઈ ગયેલ મહિલા ને ઓનલાઈન લુડો રમતી વખતે પાકિસ્તાનમાં રહેતા એક યુવક સાથે પ્રેમ થયો અને ધીરે ધીરે તેમની વચ્ચે વાતો થવા લાગી.

તેવામાં આ પાકિસ્તાની પ્રેમી અલિએ આ મહિલા ને અટારી બૉલાવી. અલિએ મહિલા ને જણાવ્યું કે તે ગમ્મે તેમ અટારી બોર્ડર પહોંચે જે બાદ તેનો મિત્ર તેને પાકિસ્તાન લઇ આવશે. પ્રેમીની વાત માની ને આ મહિલા અમૃતસર જલીયાવાલા બાગ થી અટારી જવા રિક્ષા અંગે ખોજ કરતી હતી આ બાબત અંગે પાસે ઉભેલા પોલીસ કર્મિએ પૂછતાછ કરી ત્યારે આખો બનાવ સામે આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *