આ યુવાન ની ચાલાકી જોઈ અધિકારીઓ પણ ગોથા ખાઈ ગયા. મીઠાઈ ના બોક્સ માં 54-લાખ રૂપિયા ની વિદેશી કરન્સી… જુઓ વિડીયો.
આપણા ભારત દેશમાં અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળીને આપણે હચમચી જતા હોઈએ છીએ. આપણા ભારત દેશમાંથી ઘણા એવા લોકો છે કે જે બહારના વિદેશના દેશોમાં જતા હોય છે. પરંતુ ભારત દેશની કરન્સી અને વિદેશમાં જે દેશમાં જાય છે તે દેશની કરન્સીમાં ઘણો બધો તફાવત હોય છે. કેટલાક લોકો વિદેશી કરન્સી ની નોટો ભારત દેશમાંથી જ લઈ જતા હોય છે. જેથી તે લોકોને વિદેશમાં જઈને કોઈ વધારે વધારે રૂપિયા ખર્ચવાના પડે.
એવી એક ઘટના દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી સામે આવી છે. જેમાં સીઆઇએસએફના હાથે એક યુવક ઝડપાયો હતો. જેની પાસેથી 54 લાખ રૂપિયા જે ભારતીય કરન્સીમાં થાય છે. તેવી સાઉદી રિયાલ જપ્ત કરવામાં આવી છે. જાણવા મળ્યું કે આ મુસાફર દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉભો હતો ત્યારે સીઆઇએસએફના જવાનોને તેના ઉપર શંકા જતા તેની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે આ યુવાન જસવિંદર સિંહ નામનો કે જે સ્પાઇસ જેટ ની ફ્લાઇટ થી દુબઈ જવાનું હતો.
Always alert & vigil to Protect & Secure !#CISF nabbed a passenger carrying foreign currency worth approx INR 54 lakh concealed ingeniously inside ‘False layer of Bag & Sweet Box’ at IGI Airport, Delhi. The passenger was handed over to Customs.@HMOIndia@MoCA_GoI@JM_Scindia pic.twitter.com/7vQSHBvV1x
— CISF (@CISFHQrs) September 7, 2022
આ સમયે આ વ્યક્તિ ઉપર શંકા જતા તેને રેન્ડમ ચેકિંગ પર મોકલવામાં આવ્યો હતો. જ્યાં એક્સરે મશીન દ્વારા તેની બેગ ની તપાસ કરવામાં આવે તો તેના સામાનમાં છુપાયેલી ચલણી નોટો હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ કસ્ટમ ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ચેકિંગ પ્રક્રિયા માટે તેને મોકલવામાં આવ્યો હતો. જ્યાં cisf ની સર્વેલ્સ અને ઇન્ટેલિજન્સ ટીમ દ્વારા તેને કસ્ટમરમાં પર લઈ જવામાં આવ્યો છે. તેના બેગ ની તલાસી લેવામાં આવી તો 2.5 લાખ સાઉદી રિયલ મળી આવ્યા હતા.
એટલે કે આ 2.5 લાખ સાઉદી રિયલ ભારતમાં 54 લાખ રૂપિયા જેટલા થાય છે. આ યુવક એટલો હોશિયાર હતો કે તેને આ રૂપિયાને તેની બેગ ની અંદર મીઠાઈના બોક્સના ખોટા પડની અંદર ચાલાકી થી છુપાવી રાખ્યા હતા. વધુ તેની પાસેથી અન્ય કોઈ દસ્તાવેજ મળી આવ્યા ન હતા. જે બાદ તેને કાર્યવાહી માટે પેસેન્જર કસ્ટમરને સોંપી દેવામાં આવ્યો હતો. આમ આ ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!