India

હે ભગવાન આ શું થઇ રહ્યું છે? ફક્ત 17 વર્ષીય સગીરનું એવી તકલીફથી મોત થયું કે જાણી તમને આંચકો જ લાગી જશે…

Spread the love

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે ક્યારે શું થઈ જાય એ કોઈ કહી શકતું નથી ઘણીવાર ચાલતા ચાલતા મોત ના કિસ્સા સામે આવતા હોય છે તો ઘણીવાર લગ્નમાં ડાન્સ કરતાં કરતાં હાર્ટ અટેક આવાથી મોત થઈ જતું હોય એવા પણ કિસ્સા સાંભળવા મળી જતાં હોય છે.

ત્યારે હાલમાં એક સ્કૂલના બાળક નો આવો જ હચમચાવી દેનાર કિસ્સો સામે આવી રહ્યો છે જે સાંભળ્યા બાદ લોકો વિશ્વસ કરી શકતા નથી કે આવું પણ થઈ શકે. વાસ્તવમાં મધ્યપ્રદેશ ના છતરપુર માં સોમવારના રોજ પહેલીવાર સ્કૂલ ગયેલ 12 માં ધોરણના વિધ્યાર્થી નું હાર્ટ અટેક આવાથી મોત થયું છે. જીવ ગુમાવનાર વિધ્યાર્થી નું નામ સાર્થક કટારીયા છે જેમને આટલી નાની ઉમરમાં જ હાર્ટ અટેક આવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. સાર્થકનું આમ અકાળ અવસાન થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અને આમ અવસાન થવાથી સાર્થક ની આંખ નું દાન કરવાનો નિર્ણય તેના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

મૃતક સાર્થક ના પિતા આલોકભાઈ કટારીયા એ જણાવ્યુ કે ટ્રાફિકમાં ફસાઈ જવાના કારણે તેમના દીકરાને હોસ્પિટલ પહોચવામાં મોડુ થયું હતું અને આથી તે અવસાન પામ્યો છે પરંતુ તેને અમારી યાદોમાં જિવત રાખવા માટે અમે તેની આંખો ને દાન કરીએ છીએ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાત ચિત કરતાં સાર્થક ના પિતા આલોકભાઈ કટારીયા એ કહ્યું હતું કે મેં મારા દીકરાને ગુમાવ્યો છે પરંતુ હું અધિકારીઓને વિનંતી કરીશ કે તેઓ સ્થિતિમાં તાત્કાલિક સુધારો લાવે અને ગંભીર દર્દીઓ માટે રાખવામાં આવેલા આઈસીયુને ગ્રાન્ડ ફ્લોર પર શિફ્ટ કરવાની અપીલ કરું છું.

વધુમાં તેમણે એ પણ જણાવ્યુ કે તેમના દીકરા સાર્થક એ તેમણે બચાવી લેવા માટેની વિનંતી પણ કરી હતી. માહિતીમાં જાણવામાં આવ્યું કે સાર્થક એક સાયુકત પરિવાર નો દીકરો છે જેમાં પરિવારના કુલ 14 લોકો છે જેમાં બાળકો નો પણ સમાવેશ થઈ જાય છે. પિતા આલોકભાઈ એ જણાવ્યુ કે સાર્થકલ ત્રણ ભાઈ બહેનો માં સૌથી નાનો હતો. તેને સ્વાસ્થ્ય સબંધી કોઈ બીમારી પણ નહોતી. તે આખો દિવસ ધમાલ મસ્તી કરતો રહેતો હતો અને ક્યારેય કોઈ વાતની ફરિયાદ કરતો નહોતો. તે રક્તદાન કરવા માંગતો હતો પરંતુ તે સગીર હોવાથી તેને રક્તદાન ની મંજૂરી આપવામાં આવી નહીં.

સાર્થક મધ્યપ્રદેશ બોર્ડ માથી ભણવા માંગતો હતો આથી તેનું એડમિશન ત્યાં કરાવામાં આવ્યું હતું અને સોમવારે તેનો સ્કૂલ નો પહેલો દિવસ હતો.સવારે 9.15 કલાક ની આસપાસ સ્કુલમાથી ફોન આવ્યો આથી અમે 9.45 સુધીમાં હોસ્પિટલ લઈ ગ્યાં આમ લગભગ 20 મિનિટ નો કીમતી સમય ગુમાવ્યો હતો જે કીમતી સમય સ્કૂલ થી જિલ્લા હોસ્પિટલ લાવવામાં ટ્રાફિક ના કારણે અને ત્યાર બાદ આઇસિયું બીજા માળે હોવાથી અને લિફ્ટ નો ઉપયોગ ના કરવાથી સમય બરબાદ થયો હતો. અને આમ સાર્થક એ પોતાનું જીવ માત્ર 20 મિનિટ ના અંતર થી ગુમાવવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *