શું ખબર ક્યારે મૌત આંબી જશે? સુરત શહેરમાં મહિલાનું થયું દુઃખદ નિધન.. જાણો શું બની પુરી ઘટના?
હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે ક્યારે શું થઈ જાય એ કોઈ કહી શકતું નથી ઘણીવાર ચાલતા ચાલતા મોત ના કિસ્સા સામે આવતા હોય છે તો ઘણીવાર લગ્નમાં ડાન્સ કરતાં કરતાં હાર્ટ અટેક આવાથી મોત થઈ જતું હોય એવા પણ કિસ્સા સાંભળવા મળી જતાં હોય છે. ત્યારે ક્યારે કાળ સામે આવીને ઊભો રહી જાય એ કોઈ કહી શકતું નથી. ત્યારે હાલમાં સુરત નો એક ધુવાધાર કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં આગમાં દાજી જવાના કારણે 55 વર્ષની એક મહિલાનું અવસાન થયું છે.
આ ઘટના સુરતના સિટિલાઈટ વિસ્તારની સામે આવેલ દેવકૃપા એપાર્ટમેંટ ની છે કે જયા ગુરુવારના રોજ સાંજના પોણા 9 આસપાસ ભીષણ આગ લાગી ગઈ હતી જેમાં 15 જેટલા લોકો પુજા પાઠ કરવા માટે આ ફેલ્ટ માં ભેગા થયા હતા . જ્યાં પ્રસાદી બનાવતા સમયે ગેસ લીકેજ ની સમસ્યા હોવાથી ભીષણ આગ વ્યાપી જવા પામી હતી જેમાં 15 જેટલા લોકો આ આગની સાથે ફસાઈ ગ્યાં હતા, જેમાં ઘરકામ માટે આવેલ 55 વર્ષના રાધાબેન નુ આ આગ ના કારણે દર્દનાક મોત થયું છે તો ત્યાજ બે માસૂમ બાળકીઓ ગંભીર રીતે દાજી ગઈ છે.ત્યાં જ ફાયર ટિમ એ ઘટના સ્થળે આવીને 15 જેટલા લોકોને બચાવી લીધા હતા.
જ્યારે સુરત મનપા ના ફાયર સ્ટાફ આ બિલ્ડીંગ પાસે પહોચ્યા ત્યારે આગ જડપથી મુખ્ય દરવાજા સુધી પહોચી ગઈ હતી આથી ફાયર સ્ટાફે આસપાસ ના ફ્લેટ ની મદદ લઈને લોકોનું રેસક્યું કર્યું હતું જેમાં 55 વર્ષના રાધબેન બારૈયા ગંભીર રીતે દાજી ગયા હતા જેમને હોપિટલ લઈ જવામાં આવતા તેઓ મૃત્યુ પામ્યા હતા તો ત્યાં જ બે બાળકો અર્પિત જે 13 વર્ષ અને રૈયા કે જે 6 વર્ષ ની ઉમર ધરાવે છે તે આ આગમાં ગંભીર રીતે દાજી જતાં તેને પણ નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
આ સાથે જ બાકીના રેસક્યું કરવામાં આવેલ લોકોને પણ સારવાર માટે 108 માં સારવાર આપવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ ના સૂત્રો એ માહિતી આપતા જણાવ્યુ હતું કે સુરતના સિટિલાઈટ વિસ્તારમાં અશોક પાનની સામેની ગલીમાં આવેલ દેવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવભાઈ ટીબારીવાળા કે જે 10 માં માળે રહે છે તેઓએ પોતાના ઘરમાં પૂજા પાઠનું આયોજન કરી હતું જેમાં મહેમાનો ને પણ બોલાવવામાં આવ્યા હતા
અને આ પૂજા પાઠ અર્થે પ્રસાદી તૈયાર કરતા સમયે અચાનક જ ઘરમાં આગ લાગી ગઈ હતી. જેમાં જોતજોતામાં જ આગ એ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેના કારણે ફર વિભાગને જાણ કરી હતી. જેમાં ફાયર સ્ટાફે 15 જેટલા લોકોને બચાવી લીધા આમ છતાં એક મહિલાનું અવસાન થયું હતું. આમ અચાનક જ એપાર્ટમેન્ટમાં એજી લાગવાથી આસપાસ ના ફ્લેટ ના લોકો માં પણ ભય નો માહોલ જોવા મળ્યો હતો.