Gujarat

આ તારીખે ગુજરાત થશે વરસાદી પાણી થી જળબમ્બાકાર ! અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે…

Spread the love

ગુજરાત માં હાલ માં ભારે થી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં ઠેર ઠેર વરસાદી પાણી થી લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે. ઠેર ઠેર વરસાદ ના પાણી થી નદી, નાળા, ડેમો અને તળાવો ભયજનક સપાટી થી ઉપર વહી રહ્યા છે. એવામાં હવામાન વિભાગ ના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ગુજરાત માં વરસાદ ની આગાહીઓ કરી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી ગુજરાત માં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે જણવ્યું કે, આગામી 16-મી તારીખ થી ગુજરાત માં વરસાદ નું જોર ઘટશે. અને ત્યારપછી ધીર ધીરે વરસાદ શરુ થતા 22-જુલાઈ એ ગુજરાત માં ફરી જળબમ્બાકાર ની સ્થિતિ સર્જાય શકે છે. આગામી 24 જુલાઈ થી 30 જુલાઈ સુધીમાં ગુજરાત માં ભારે વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ અને હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ 24-26 જુલાઈ સુધી ગુજરાત ના દરિયાકિનારા માં ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે. ગુજરાત માં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં 17-જુલાઈ થી ગુજરાત થી વરસાદ ઉત્તરપ્રદેશ રાજ્ય તરફ પ્રયાણ કરે તેવી સંભાવનાઓ છે. ગુજરાત માં છેલ્લા દિવસો માં ઘણા વિસ્તારો માં ભારે વરસાદ ના પગલે ગુજરાત વાસીઓ ને ભાર હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત ના કુલ 164-તાલુકા માં વરસાદ વરસી ચુક્યો છે. જેમાં જુદા જુદા જિલ્લા ની વાત કરી એ તો વલસાડ ના કપરાડા માં 11-ઇંચ વરસાદ, ડાંગ ના સુબીર માં 9.44 ઇંચ વરસાદ, નર્મદા ના નાંદોદ માં 7-ઇંચ વરસાદ, ડાંગ ના આહવા માં 6.8 ઇંચ વરસાદ, નવસારી ના ખેરગામ માં 7.56 ઇંચ વરસાદ, વલસાડ ના વાપી માં 6.88 ઇંચ વરસાદ વરસી ગયો છે. આમ જુદા જુદા જિલ્લાઓ મેં વરસાદી માહોલ જામી ચુકેલો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *