રાજકોટ- આ યુવાનો ને ન્યારી ડેમ માં થાર ગાડી લઇ ને સ્ટન્ટ કરવા પડી ગયા ભારે..પોલીસે એવું કર્યું કે…
હાલ માં ગુજરાત માં અને ભારત માં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. એવામાં ઠેર ઠેર નદી, નાળા, ડેમો અને તળાવો ભયજનક સપાટી પર થી ઉપર થી વહી રહ્યા છે. વરસાદ ના કારણે પર્યટકો ની ભીડ પણ મોટી સંખ્યામાં ઉમટી પડતી હોય છે. એવામાં ક્યારેક લોકો નદી કિનારે અથવા તો વરસાદ માં એવા એવા સ્ટન્ટ કરતા હોય કે , પોતાના જીવ ને જોખમ થઇ જતું હોય છે. એવો જ એક વિડીયો રાજકોટ નો સામે આવ્યો હતો.
રાજકોટ માં છેલા ઘણા સમય થી ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં વરસાદ ના પગલે જિલ્લા કલેક્ટર મહેશ બાબુ એ લોકો ને અપીલ કરી હતી કે, લોકો તળાવ, સરોવર, ચેકડેમ એવા જે સ્થળૉ પર જીવ ના જોખમ નો ખતરો હોય ત્યાં ન જાય. એવામાં રાજકોટ મા આવેલા ન્યારી ડેમ ના પાણી માં કેટલાક મિત્રો એ ભેગા થઇ એ ડેમ ના પાણી માં પોતાની થાર ગાડી ને ઉતારી હતી. અને સ્ટન્ટ કરવાનો વિડીયો વાયરલ કર્યો હતો.
આ સ્ટન્ટ કરતો વિડિઓ ફરતા થતા પોલીસે તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું કે, થાર ગાડી ના દરવાજા પાસે ઉભા રહેનાર યુવક છાયાંશુ સગપરિયા ની પોલીસે ધરપકડ કરી હતી. જયારે બીજા દરવાજા પર લટકીને ઉભેલા રવિ વેકરીયા અને ગાડી ચલાવનાર સ્મિત સખીયા ની પોલીસ ની ધરપકડ બહાર છે. પોલીસ આ લોકો ને શોધી રહી છે.
આ ઉપરાંત જાણવા મળ્યું કે, મોબાઈલ માં વિડ્યો કેદ કરનાર સત્યજિતસિંહ ઝાલા પણ પોલીસ કબજા થી દૂર છે. તમામ લોકો ની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ લોકો એ જીવ ના જોખમે વિડીયો ઉતારી ને ઇન્સ્ટાગ્રામ માં શેર કર્યો હતો. જે બાબતે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!