લોકગાયિકા ‘દિવ્યા ચૌધરી’ એ ઓસ્ટ્રલિયા માં રાસ-ગરબા ની એવી રમઝટ બોલાવી કે..ગુજરાત વાસીઓ મન મૂકીને ઝૂમ્યા…જુઓ વિડીયો.
આપણા ગુજરાત ના ગાયક કલાકારો માં ઘણા કલાકારો એવા છે કે જે, માત્ર ગુજરાત માં જ નહીં પરંતુ, ગુજરાત ની બહાર વિદેશ માં જય ને પણ ગીતો ની રમઝટ બોલાવતા હોય છે. ગુજરાતી કલાકારો ના કાર્યક્રમો હોય એટલે હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ગુજરાત ની એવી જ એક લોક ગાયિકા દિવ્યા ચૌધરી છે. દિવ્યા ચૌધરી પણ ગુજરાત ના લોકો ની પ્રિય ગાયિકા માની એક છે.
દિવ્યા ચૌધરી ના કાર્યક્રમો માં પણ લોકો હજારો ની સંખ્યા માં ઉમટી પડતા હોય છે. હાલ માં દિવ્યા ચૌધરી નો કાર્યક્રમ ભારત દેશ બહાર ઓસ્ટ્રલિયા દેશ માં થયો હતો. દિવ્યા ચૌધરી ના ઓસ્ટ્રલિયા ના આ કાર્યક્રમ ના ઘણા ભારતીયો મન મૂકી ને ઝૂમ્યા હતા. ઓસ્ટ્રેલિયા ના સિડની ખાતે દિવ્યા ચોધારી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા ના સિડની ખાતે આયોજન થયેલ આ કાર્યક્રમ માં દિવ્યા ચૌધરી એ લોકો ને આનંદિત કરી દીધા હતા. ઓસ્ટ્રિલિયા ના ઇવેન્ટ ઓનર દીપેશ પરીખ દ્વારા આ બાબતે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. દિવ્યા ચૌધરી ઉપરાંત હેમંત જોશી અને કિરણ ગજેરા જેવા કલાકારો એ પણ લોકો ને આનંદિત કરી મુક્યા હતા. સિડની ખાતે રાસ ગરબા ની રમઝટ બોલાવી ને લોકો એ સિડની માં જ ગુજરાત જેવો અહેસાસ કર્યો હતો… જુઓ વિડીયો.
રાસ ગરબા ની સાથોસાથ શ્રીનાથજી ની ઝાંખી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિલયા ના જુદા જુદા શહેરો બ્રીસનેસ, કેનબરા વગેરે માં વસતા ગુજરાતીઓ સિડની ખાતે રાસ-ગરબા ના કાર્યક્રમ માં મન મૂકી ને ઝૂમી ઉઠ્યાં હતા. આ સાથે જ દિવ્યા ચૌધરી એ ભારત નું ગૌરવ વધારી દીધું હતું. આવા બીજા અનેક કલાકરો વિદેશ માં જય ને લોક્ડાયરાઓ અને ગીતો ની રમઝટ બોલાવતા જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.