શાળા ના શિક્ષક ની બદલી થતા તેના વિદ્યાર્થી શિક્ષક ને ગળે વળગી વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડતા હતા…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. આપણ ને સોશિયલ મીડિયા થકી એવા વિડીયો જોવા મળે છે કે, જેને જોઈ ને આપણે પણ ભાવુક થઇ જતા હોઈએ. એવો જ એક વિડીયો હાલ ઉત્તરપ્રદેશ નો સામે આવ્યો છે. જેમાં એક સરકારી શિક્ષક ની શાળા માંથી બદલી થતા સરકારી સ્કૂલ ના વિદ્યાર્થીઓ શિક્ષક ના જવાના કારણે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.
આ વિડીયો ઉત્તરપ્રદેશ રાજ્ય ના ચંદૌલી જિલ્લાનો છે. જ્યાં ની કમ્પોઝીટ સરકારી સ્કૂલ માં શિક્ષક શિવેન્દ્રસિંહ નામના શિક્ષક ચાર વર્ષ થી આ સ્કૂલ માં વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવતા હતા. ચાર વર્ષ બાદ શિવેન્દ્રસિંહ ની બદલી અન્ય જિલ્લા માં થઇ. એવામાં શિક્ષક ના વિદાય સમારંભ માં સ્કૂલ ના વિદ્યાર્થીઓ શિક્ષક શિવેન્દ્રસિંહ ને છોડવા તૈયાર ન હતા.
સ્કૂલ ના શિક્ષક નો વિદાય સમારંભ બાદ વિદ્યાર્થીઓ શિક્ષક ને ગળે વળગાડીને ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. શિક્ષકો અને બાળકો પ્રત્યે ખુબ જ લગાવ થઇ ગયો હતો. આથી બાળકો શિક્ષક ને છોડવા તૈયાર જ ન હતા. એવામાં શિક્ષક પણ થોડા ભાવુક થઇ ગયા હતા. બાળકો ને આ શિક્ષક પ્રત્યે વિશેષ પ્રીતિ બંધાય ગઈ હતી…જુઓ વિડીયો.
🟡 At #UttarPradesh‘s Chandauli.
Teacher’s Farewell, Students Weep, Refuse To Let him Go. pic.twitter.com/RYk8mTyrNh— R-Scuttlebutt (@r_scuttlebutt) July 15, 2022
આવા વિડીયો જોઈ ને આવા શિક્ષકો પ્રત્યે પણ આપણને ગર્વ થાય કે, એક શિક્ષકે બાળક ને કેટલું બધું શીખવાડ્યું હશે કે તે લોકો તેને છોડવા તૈયાર થતા ન હતા. આ વિડીયો અત્યાર સુધી ઘણા લોકો એ જોયા બાદ શિક્ષક પ્રત્યે ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. આવા શિક્ષકો સ્કૂલ માં હોવા ખરેખર ગર્વ ની વાત છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.