રાજકોટ- લગ્ન ના ચાર જ મહિના માં દંપતી એ આપઘાત ખાઈ મૃત્યુ વ્હોરી લીધું..પિતા એ જેવો રૂમ નો દરવાજો ખોલ્યો કે…
આજકાલ સમાજ માંથી આપઘાત થવાના કિસ્સાઓ માં ખુબ જ વધારો થયો છે. લોકો જીવન માં ક્યારેક ક્યારેક એવા કારણો ના લીધે આપઘાત કરી લેતા હોય છે કે, આપણે હચમચી જતા હોઈએ. એક આપઘાત નો કેસ રાજકોટ થી સામે આવ્યો છે. આપઘાત નો કેસ એવો છે કે, એક દંપતી એ લગ્ન ના ચાર મહિના માં જ આપઘાત કરી લીધો.
વધુ વિગતે જાણવા મળ્યું કે, રાજકોટ-મોરબી રોડ પર જય જવાન, જય કિસાન સોસાયટી ના મેન રોડ પર રહેતા બાબુ મહેન્દ્રભાઈ (21-વર્ષ) અને તેની પત્ની મમતા બાબુ (19-વર્ષ) બને એ સાથે ગળે ટુપ્પો દઈ ને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આજુબાજુ માં ભારે ચકચાર મચી જવા પામી હતી. વધુ માં જાણવા મળ્યું કે, બાબુ તેની પત્ની સાથે તેના માતા-પિતા થી અલગ રહેતો હતો.
બાબુ ના માતા-પિતા તેના જ નજીક માં પાડોશ માં રહેતા હતા. જયારે સવારે પિતા એ બાબુ ના રૂમ નો દરવાજો ખખડાવ્યો તો બાબુ ના રૂમ માંથી કોઈ અવાજ કે કઈ જવાબ ના આવતા પરિવાર ના લોકો ને ચિંતા થઇ. અને ત્યારબાદ ઘર નો દરવાજો તોડી નાખ્યો હતો. ઘર નો દરવાજો ખોલતા જ પુત્ર અને પુત્રવધુ સાડી વડે ટુપ્પો દઈ ને લટકતી હાલત માં જોવા મળ્યા હતા.
બાબુ મજૂરી કામ કરતો હતો. આ ઘટના બાદ પ્રાથમિક કારણ સામે આવ્યું કે, દંપતી વચ્ચે ઝગડો થયો હતો. જેથી આવું પગલું ભર્યું. પરંતુ આગળ તો પોલીસ ની કાર્યવાહી પછી જ સાચું કારણ જાણવા મળશે.પરિવાર માં એક સાથે બે સભ્યો મૃત્યુ પામતા પરિવાર ના લોકો ભારે દુઃખ માં ગરકાવ થઇ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!