India

ગાઢ નિદ્રા માં બસ માં સુતેલા પેસેન્જરો સાથે સવારે ચાર વાગ્યે જે ઘટના બની તે સાંભળી ને ધ્રુજી જશે. એકસાથે 7-લોકો..

Spread the love

ગુજરાતમાંથી અને આખા ભારતમાંથી રોજબરોજ અનેક અકસ્માત થવાના કેસો સામે આવતા હોય છે. રોજબરોજના અકસ્માતમાં અનેક લોકો મૃત્યુને ભેટતા હોય છે. એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે લોકો સાંભળીને જ ચોકી ઉઠતા હોય છે. એવો એક જોરદાર અકસ્માતનો કેસ છત્તીસગઢ ના ન્યુ રાયપુર થી સામે આવ્યો છે. જેમાં એક પેસેન્જર બસ સવારે ચાર વાગ્યાની આસપાસ એક ટ્રેલર સાથે અથડાઈ હતી.

જેના કારણે બસમાં સવાર સાત પેસેન્જર મોતના ભેટીયા હતા. આખો રસ્તો મરણ ચીસો થી ગુંજી ઉઠ્યો હતો. આ બાબતે જાણવા મળ્યું કે રોયલ ટ્રાન્સપોર્ટની લક્ઝરી સ્લીપર બસ મોડી રાત્રે રાયપુર થી રેણુકોટ જવા નીકળી હતી. સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ આ સ્લીપર બસ કુરબાના નેશનલ હાઇવે નંબર 10 પર પહોંચી હતી. ત્યાં રોડના કિનારે એક ટ્રેલર પાર્ક થયેલું હતું. અને આ પેસેન્જર બસે આ ટ્રેલરને એવી જોરદાર ટક્કર મારી કે..

ટક્કર તથા ની સાથે જ બસના કુરચે કુરચા બોલી ગયા હતા. આ સમયે બસમાં પેસેન્જર ગાઢ નિંદ્રામાં હતા. સવારે અકસ્માત થતાં પેટ્રોલિંગ જીપ મદદે આવે પહોંચી હતી. અને આસપાસના લોકોએ મદદ કરી હતી. ત્યારબાદ એમ્યુલન્સ મારફતે ઘાયલોને સબ હેલ્થ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. અને અન્ય લોકોને કૌરબામાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બાબતે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધલે શોક વ્યક્ત કર્યો હતો. અને ઘાયલ લોકોને તમામ સારવાર પૂરી પાડવાનું વચન આપ્યું હતું. આ ટક્કરમાં સાત મુસાફરોના મોત થયા. તેમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આમ આ ઘટના સામે આવતા આખા ભારતમાં આ ઘટનાને લગતું દુઃખ વ્યક્ત કરવામાં આવેલું છે. ઘટના સાંભળીને લોકો પણ હચમચી ગયા છે. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરેલી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *