રંગીલા રાજકોટ માં દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ. રાજકોટ ને બરવાળા થતા વાર નહીં લાગે. સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો..
હાલ આખા ગુજરાત માં માત્ર એક જ સમાચાર લોકો ને મોઢે ચડેલા જોવા મળે છે. તે છે ગુજરાત ના બોટાદ જિલ્લા માં સર્જાયેલ લઠ્ઠાકાંડ. આ લઠ્ઠકાંડ માં સમયે ને સમયે મૃત્યુ નો આંકડો વધવા પામ્યો છે. બોટાદ જિલ્લા ના બરવાળા ના રોજિદ ગામે આખું ગામ મરણચીસો થી ગુંજી ઉઠ્યું છે. રોજિદ ગામમાં એકસાથે 5-5 લાશો ના અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી છે. એવામાં આખા ગુજરાત માં હવે પોલીસ એક્શન મોડ માં આવતી જોવા મળે છે.
એવામાં ગુજરાત ના રંગીલા રાજકોટ માં થી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રાજકોટ માં ઠેર ઠેર પોલીસ ના ડર વગર દેશી દારૂ ની ભઠ્ઠીઓ ચાલતી હોવાના દ્રશ્યો સામે આવતા પોલીસ તંત્ર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. રાજકોટ શહેર ના થોરાળા પોલીસ સ્ટેશન નજીક આવેલા કુબલિયા પરામાં વિસ્તાર માંથી સ્તબ્ધ થવા વાળા દ્રશ્યો સામે આવ્યા હતા.
ત્યાં હજારો લીટર દેશી દારૂ નું ઉત્પાદન થતું હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના ની માહિતી પોલીસ ને મળતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચુક્યો હતો. લોકો ને ડર છે કે જો આ આખુંય કામ બંધ કરવામાં નહીં આવે તો રાજકોટ ને બરવાળા થતા વાર નહીં લાગે. આ અંગે DCP ઝોન- 1 પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા નિયમિત રીતે દેશી દારૂના ધંધાર્થીઓ પર ડ્રાઈવ ચલાવવામાં આવે છે. પોલીસ ને કુબલિયા વિસ્તાર ની માહિતી મળતા પોલીસ તંત્ર એક્શન મોડ માં આવ્યું હતું.
વધુ માં જણાવ્યું હતું કે તે વિસ્તાર ગીચ વિસ્તાર હોય ત્યાં ઘણા ગેરકાયદેસર ના બાંધકામ થયેલા છે જેથી તેના માટે મનપાને રિપોર્ટ કરવામાં અવેશો. આ ઉપરાંત રાજકોટ માં અનેક સ્થળો પર દેશી દારૂ ની ભઠ્ઠી ધમધમતી હોવાનું બહાર આવ્યું હતું જેમાં નવા થોરાળા વિસ્તાર, થોરાળા પોલીસ સ્ટેશન, ગાયકવાડી(જંકશન), પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન, રૈયાધાર વિસ્તાર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન,ભગવતીપરા વિસ્તાર, બી ડિવિઝન,ભીસ્તીવાડ, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન,પોપટપરા વિસ્તાર, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન,જડ્ડુસ હોટલ પાછળ, તાલુકા પોલીસ સ્ટેશન,લક્ષ્મીનગર, ઉદયનગર, મવડી વિસ્તાર,પુનિત નગર, માલવીયાનગર પોલીસ સ્ટેશન,કોઠારીયા વિસ્તાર અને રણુંજા વિસ્તાર, આજીડેમ પોલીસ સ્ટેશન, હવે જોવાનું રહ્યું કે રંગીલા રાજકોટ માં આ દેશી દારૂ નો ગોરખ ધંધો ક્યારે બંધ કરવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!