દર્દનાક મોત ! હેલીકૉપટર માં બેસી કેદારનાથ ની સફર કરનાર દીકરીઓ ને શું ખબર કે આ તેની અંતિમ સફર બની જશે જાણો વિગતે.
આપણા ભારતમાંથી રોજબરોજ રોડ રસ્તા ઉપર અકસ્માત ની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને ક્યારેક તો હવાઈ યાત્રામાં પણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. એવી જ એક ઘટના કેદારનાથ થી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના બાર વાગ્યાની આસપાસ બનતા એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
આ ખાનગી કંપની હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે ભાવનગરની બે યુવતીઓના દર્દનાક રીતે મોત નીપજ્યા હતા. વધુ વિગતે જાણીએ તો આ ઘટના કેદારનાથ ધામ થી બે કિલોમીટર દૂર બની હતી. કે જ્યાં ખરાબ હવામાન અને વાદળ ફાટવાની ઘટનાને કારણે પાયલોટ સહિત સાત લોકોના દર્દનાક રીતે મોત નીપજ્યા હતા. આ હેલિકોપ્ટર કેદારનાથના પાથા થી ગરુડ પટ્ટી ની વચ્ચે ક્રેસ થયું હતું.
જેમાં ભાવનગરની ત્રણ દીકરીઓ પણ સવાર હતી. જેમાં જયેશભાઈ બારડ, કૃતિ કમલેશભાઈ નું કરુણ મોત નીપજ્યું ગટુ. સાથે જાણવા મળ્યું કે પૂર્વી અને કૃતિ બંને એકબીજાની કઝીન બહેનો હતી અને બીજી એક દીકરી પૂર્વા રામાનુજ કે જે ભાવનગરના શિહોર શહેરની વતની હતી. જ્યારે આ લોકો હેલિકોપ્ટરમાં સવાર થયા ત્યારે તે પૈકી એક યુવતીએ વિડીયો બનાવીને શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે હેલિકોપ્ટરનો નજારો સાથે તેનું લોકેશન પણ શેર કરેલું જોવા મળતું હતું.
પરંતુ તે લોકો નો આ વિડીયો આખરી વિડીયો બની ગયો અને તે લોકો મોતને ભેટીયા હતા. આ બાબતે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ બાબતે શોક વ્યક્ત કર્યો હતો. આમ આ ઘટના બનતા ભાવનગરમાં વસતા પરિવારના માથે દુઃખોના પહાડ તૂટી પડ્યા હોય તેવી મહામુસીબત આવી પડી છે અને એક જ ઘરની બે દીકરીઓના મોત નીપજી જતા પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રડી રહ્યો હતો. આવી દર્દનાક ઘટના સામે આવતા લોકોની આંખો પણ ભીની થઈ જતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!