ગમખ્વાર અકસ્માત માં એક હસ્તોખેલતો પરિવાર થયો તબાહ ! માતા પુત્ર ના થયા મોત જયારે અન્ય એક પુત્ર,
રોજબરોજ અકસ્માત થવાની ઘટનાઓ ખૂબ જ બહોળા પ્રમાણમાં વધી ગઈ છે. હાલમાં જ બાસવાડા થી સુરત આવી રહેલ એક બસને ખૂબ જ ગંભીર અકસ્માત નડ્યો હતો બસ અને એક ટ્રક વચ્ચે એવો જોરદાર અકસ્માત સર્જાયો કે એક સાથે છ લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા અને બાકીના લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ છ લોકો પૈકી એક માતા અને એક પુત્ર એ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
બાસવાડા થી સુરત આવી રહેલ એક માતા સાથે બે પુત્ર પૈકી માતા અને એક પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતમાં વસવાટ કરી રહેલા 28 વર્ષના અમિતભાઈ ગરાસીયા કે જેની પત્ની નિર્મલા તેનો ત્રણ વર્ષનો પુત્ર આર્યન અને છ વર્ષનો પુત્ર આકાશ કે જે બાસવાડા થી સુરત આવી રહ્યા હતા. આ સમયે અકસ્માત સર્જાતા અમિતભાઈ ગરાસિયાના ધર્મ પત્ની નિર્મલા અને તેનો ત્રણ વર્ષનો પુત્ર આર્યન કે જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને છ વર્ષનો પુત્ર આકાશ કે જે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જાણવા મળ્યું કે દસ દિવસ પહેલા પત્ની તેના બે બાળકો સાથે પિયર ગઈ હતી અને દસ દિવસ બાદ અમિતભાઈ સુરત બસ સ્ટેન્ડ ઉપર પત્ની અને બાળકોની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેના મોતના સમાચાર આવી પહોંચ્યા હતા. અમિતભાઈ એ પોતાની દુઃખની વાત રજૂ કરતા કહ્યું કે તેનું સર્વ લૂંટાઈ ચૂક્યું છે હવે તે કોના સહારે સમય પસાર કરશે.
તેને કહ્યું કે તેની પત્નીનું નામ નિર્મલા હતું તેવો જ તેનો સ્વભાવ પર નિર્મળ હતો. તે કહે છે કે આગળ કોણ તેને ખવડાવશે અને તેનો છ વર્ષનો પુત્ર કે જે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે તેના માતા પિતા ને યાદ કરી કરીને રડી રહ્યો છે. તે કહે છે કે તેના પુત્ર માટે તેની માતા હવે ક્યાંથી તે લાવે .આમ પિતાએ દુઃખની વાત રજૂ કરતા લોકો ની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા.
આ ગંભીર અકસ્માત સામે આવતા લોકોના હૃદય પણ કંપની ઉઠ્યા હતા. આવા અનેક બનાવો રોજબરોજ સામે આવતા હોય છે અને અનેક લોકો મોતને ભેટતા હોય છે અને આવી રીતના આખે આખો પરિવાર પણ તબાહ થઈ જતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!