India

દર્દનાક વિડીયો ! સમુદ્રી કિનારે મોજ મસ્તી કરી રહેલા પર્યટકો ને અચાનક સમુદ્રી મોજા આવી ને ખેંચી ને લઇ ગયા..જુઓ વિડીયો.

Spread the love

હાલ વરસાદી માહોલ જામેલો છે. એવામાં પર્યટકો ની મોટી ભીડ વરસાદ ની મજા લેવા ઠેર ઠેર ઉમટી પડતી હોય છે. ઘણા લોકો સમુદ્ર કિનારે પણ વરસાદ ની મજા લેતા જોવા મળે છે. આજકાલ લોકો જ્યાં પણ જાય ત્યાં પહેલા સેલ્ફી પડાવતા જોવા મળે છે. સમાચારો માં પણ ઘણા બધા ન્યુઝ એવા આવે છે કે, લોકો ફોટા પડાવવા ના ચક્કર માં મોટી દુર્ઘટના નો ભોગ બની જાય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર લોકો નિહાળી રહ્યા છે.

વિડીયો માં જોઈ શકાય છે કે, સમુદ્રી કિનારે ઘણા લોકો સેલ્ફી લેવાના મોજ માં હતા. અચાનક એવું થયું કે, 8-લોકો સમુદ્ર ના મોજા માં તણાય ગયા. આ ઘટના નો વિડીયો ઓમાન દેશ નો છે. લોકો સમુદ્ર ના કિનારે મજાક મસ્તી અને ફોટા પડાવવામાં એટલા બધા મશગુલ હતા કે, ક્યારે સમુદ્ર ના મોજા આવ્યા ખ્યાલ જ ન રહ્યો. સમુદ્રી ના મોજા કિનારે ઉભેલા લોકો ને સાથે લઇ ખેંચી ગયા હતા. જુઓ વિડીયો.

કિનારે ઉભેલા લોકો ને જયારે ખ્યાલ આવ્યો કે, ભયંકર મોજા આવી રહ્યા છે. એટલે લોકો એકબીજા ના સહારે થવા લાગ્યા. અને એકબીજા ને મદદ માટે હાથ લંબાવ્યા છતાં પણ ઘણા લોકો મોજા ની સાથે પાણી માં ચાલ્યા ગયા. લોકો એ મહામુસીબતે ત્રણ લોકો ને બચાવ્યા અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. હજુ પણ અન્ય લોકો લાપતા છે. જેની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઓમાન પોલીસે આ બાબતે વધુ જણાવ્યું હતું કે, આ માં સમાવેશ થનાર લોકો ઘણા ભારતીય પણ હતા. તેની હજુ સુધી ઓળખ થઇ નથી. અને અન્ય લોકો એશિયા ના હતા. જે લોકો સમુદ્ર માં તણાવ લાગ્યા હતા તે લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓમાન ની પોલીસે જણાવ્યું કે, ઘણા લોકો ત્યાં લાગાવેલા સેફટી ની ફેન્સીંગ ને પાર કરીને સમુદ્ર ના ઘણા નજીક ચાલ્યા ગયા હતા. વધુ માં જણાવ્યું કે, એશિયન લોકો આમાં ભોગ બન્યા તેની માટે નું રેસ્ક્યુ અલ મુઘસલાઈ નામના વિસ્તાર માં શોધવામાં આવી રહ્યા છે. જુઓ ફોટા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *