Gujarat

મુંબઈ ના રસ્તા પર માતા-પિતા સાથે ફૂલો વહેંચનાર આ યુવતી અભ્યાસ માટે કેલિફોર્નિયા જશે..સંઘર્ષ એવો કે…

Spread the love

આપણા જીવન માં આપણી સાથે ઘણી બધી મુશ્કેલીઓ સામે આવ્યા જ કરે છે. પરંતુ, તે બધી પરિસ્થિતિ નો સામનો કરીને આપણે આપણા જીવન માં આગળ વધતા હોઈ એ છીએ. ઘણા લોકો પોતાના જીવન માં આવતી મુશ્કિલો થી હારી જાય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે, પોતાના જીવન માં ગમે તેટલી મુશ્કિલ આવે પણ તે તે બધી મુશ્કીલો નો સામનો નીડર રીતે કરતા હોય છે. એવી જ એક દીકરી નો કિસ્સો સામે આવ્યો છે.

મુંબઈ માં રસ્તા પર બેસી ને પોતાના પરિવાર સાથે ફૂલો નો ધંધો કરનાર આ એક યુવતી ની કહાની છે. મુંબઈ ના રસ્તા પર ફૂલો નો ધંધો કરનાર સરિતા માલી હવે અભ્યાસ માટે કેલિફોર્નિયા જય રહી છે. આ ફૂલો નો ધંધો કરનાર સરિતા માલી ને અમેરિકા ની બે યુનિવર્સીટી તરફથી ફેલોશીપ મળ્યું છે. સરિતા માલી નો જન્મ મુંબઈ ના નહેરુનગર વિસ્તાર ઘાટકોપર ની ઝુગ્ગી વસ્તી માં થયો હતો.

તેના પરિવાર માં માતા-પિતા અને તેના બે ભાઈ અને એક બહેન પણ છે. જાણવા મળ્યું કે તેના પિતા રામસુરત તેના પહેલા ના નિવાસ્થાન ઉત્તરપ્રર્દેશ ના ઘરો માં જય ને ફૂલ-માળા પહોંચાડતા હતા. તેના પિતા ને આર્થિક મુશ્કિલો પડતા તે મુંબઈ આવી ગયા હતા. તેના પિતા માત્ર પાંચ ધોરણ સુધી જ ભણેલા છે. મુંબઈ માં તેણે ખુબ જ મહેનત કરી હતી. પિતા મુંબઈ ના રસ્તા પર ફૂલો વહેંચીને માત્ર દિવસ ના 350-રૂપિયા જેટલા કમાય શકતા હતા.

સરિતા તેના અભ્યાસ ના ખર્ચ માટે બાળકો ને ટ્યુશન આપતી હતી. ટ્યુશન ની ફીસ થી તેણે સોમૈયા કોલેજ ઓફ આર્ટ એન્ડ કોમર્સ માં પ્રવેશ મેળવ્યો હતો. અને તે 2014 ના વર્ષ માં હિન્દી સાહિત્ય ના સ્નાતક ના અભ્યાસ માટે જે.એન.યુ માં અભ્યાસ કરવા ગઈ હતી. ત્યાં નો અભ્યાસ કરી ને તેણે ત્યારબાદ એમફીલ અને પીએચડી કરી હતી. 28-વર્ષીય સરિતા એ કેલિફોર્નિયા ની યુનિવર્સીટી અને યુનિવર્સીટી ઓફ વોશિંગટન માં તેને ફેલોશીપ કરેલું છે. તેણે કહ્યું કે, તેના મેરીટ અને તેના રેકોર્ડ પરથી તેને પ્રતિષ્ટિત યુનિવર્સીટી માં અભ્યાસ માટે ચાન્સ મળી ગયો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *