મિત્રો વર્તમાન સમય માં ભણતર નું શું મહત્વ છે તે આપણે સૌ જાણીએ છિએ હાલમાં લોકો વ્યક્તિ ની આવડત કે કુશળતા કરતા તેના પાસે કેટલી ડિગ્રી છે તેને વધુ મહત્વ આપે છે ડિગ્રી ના હોવા પર આવડત નકામી અને ડિગ્રી હોવા પર અનાઆવડત સોના જેવી લાગે છે હાલમાં વ્યક્તિ નું માપદંડ તેની પાસે રહેલ તેના સર્ટીફીકેટ અને તેની માર્કશિટ ના આધારે જોવા મળે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિક્ષણ ને ઘણું વધુ મહત્વ આપવામાં આવે છે દરેક વ્યક્તિ ની યોગ્યતા માર્કશિટ થી શરૂ થઈ તેના પાર જ અંત આવે છે જે ખોટું છે શિક્ષણ જરૂરી છે પરંતુ શિક્ષણ નો વધુ પડતો બોજ ઘણી વખત વિધાર્થી માટે માઠા પરિણામો પણ લાવે છે. હાલમાં આવોજ એક કરુણ બનાવ સામે આવ્યો છે.
કે જ્યાં ભાર વિના ના ભણતર ની વાતો વચ્ચે એક દિકરી ભણતર ના વધુ પડતાં ભાર ને સહન કરી શકી નહીં. અને બાળકીએ આત્મ હત્યા જેવું ગંભીર પગલું ઉઠાવ્યુ તો ચાલો આપણે આ દુઃખદ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.
આ ઘટના રાજકોટના આનંદ નગર કાળા પથ્થર કવાર્ટર ની છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રાજ્ય માં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. તેવામાં ઘણા વિધાર્થી નો પેપર સારા જાય છે તો ઘણા વિધાર્થી ને થોડા નબળા જાય છે. જોકે ઘણી વખત પોતાના નબળા પ્રદર્શન ના કારણે હત્તાશ થઈ જતા હોઈ છે.
પરંતુ ઘણી વખત વિધાર્થી પોતાના નબળા પ્રદર્શન ના કારણે થોડા વધુ જ હતાસ થઈ જાય છે અને ઘણી વખત પોતાનું જીવન પણ ટૂંકાવી દે છે આવુજ કંઈક ખુશી કિશોર ગીરી ગૌસ્વામી સાથે પણ થયું જણાવી દઈએ ખુશી 15 વર્ષની હતી અને તેની 10 બોર્ડની પરીક્ષા શરૂ હતી
તેવામાં ખુશી ના બે પેપર સારા ના જતા ખુશી એટલી હતાસ પોતાના બાથરૂમ માં જઈને પોતાના પર પેટ્રોલ છાંટીને અગ્નિ સ્નાન કરી આત્મ હત્યા કરી લીધી જોકે માતા પિતાએ દિકરી ને હોસ્પિટલ લઇ ગયા કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી આ ઘટના ને કારણે પરિવાર માં શોક નો માહોલ છે.