મહિલાની સમજદારીથી બચ્યો અનેક લોકોનો જીવ લોકોને બચાવવા મહિલાએ પોતાની સાડી ઉતારી જાણો આખી ઘટના
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં લોકો દ્વારા ભણતર ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે જો કે જીવનના દરેક તબ્બકે ભણતર ઉપયોગી બને તેવું જરૂરી નથી ઘણી મુશ્કેલ પરિસ્થિતિ માં વ્યક્તિ ની કોઠા સૂઝ ઘણી મદદગાર સાબિત થાય છે. આપણે અહીં આવાજ એક કિસ્સા ની વાત કરવાની છે કે જ્યાં એક મહિલા ની સૂઝ ના કારણે અનેક લોકો નો જીવ બચ્યો.
આપણે સૌ અવાર નવાર અનેક અકસ્માત ના બનાવો સાંભળતા હોઈએ છિએ જેમાં સૌથી વધુ ઘાતકી ટ્રેનના અકસ્માત હોઈ છે. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે ટ્રેન માં રોજ અનેક લોકો સફર કરે છે તેવામાં જો ટ્રેન ને અકસ્માત નો સામનો કરવો પડે તો હજારો લોકોના જીવ જોખમાય છે હાલમાં આવોજ એક ભયાનક ટ્રેન અકસ્માત બનતા અટક્યો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના નગલા ગુલેરિયા ગામ પાસે આવેલ રેલવે ટ્રેકની છે કે જ્યાં ટ્રેન નો એક ગંભીર અકસ્માત તથા બચ્યો છે જણાવી દઈએ કે અહીં એક પેસેન્જર ટ્રેન એટાથી આગરા જવા નીકળી હતી આ સમયે ટ્રેનમા આશરે 150 મુસાફિર સવાર હશે. તેવામાં અહીં ટ્રેક પાસેથી એક મહિલા પસાર થઈ રહી હતી. આ મહિલાએ ટ્રેનના પાટા ને તૂટેલી હાલત માં જોયા.
જે બાદ મહિલા ની કોઠા સૂઝ ના કારણે તેણે આવનાર ટ્રેન અને સર્જાઈ સકતા અકસ્માત ને અગાઉથી જાણી લીધો. જે બાદ મહિલાએ જે લાલ સાડી પહેરી હતી તેને ઉતારી ટ્રેક માં તૂટેલા ભાગ આગળ લગાવી કે જેથી ટ્રેન ચાલાક ને ખતરા અંગે માહિતી મળે જો કે લાલ સાડી જોઈ ટ્રેક ચાલાક કોઈ ખતરો હશે તેમ સમજી ટ્રેન રોકી દીધી જે બાદ ટ્રેન ના પાટા તૂટેલા હોવાનું જાણવા મળ્યું.
જો કે આ મહિલા ના કારણે ટ્રેન માં સવાર 150 લોકો નો જીવ બચ્યો. જો વાત આ જાબાઝ મહિલા અંગે કરીએ તો તેમનું નામ ઓમવતી છે કે જેઓ નગલા ગામ ના રહેવાસી છે મહિલા ના આ ઉમદા કાર્યથી ખુશ થઈ ને ટ્રેન ચાલાકે ઓમવતીનો આભાર માનતા તેને 100 રૂપિયા ભેટ પેટે આપ્યા.