Gujarat

અમેરિકાની ગલીઓમાં કિંજલ દવે અને ગીતા રબારો ભેટો તેમની આ ખાસ તસ્વીરો થઇ વાયરલ અહી બંને કરી રહી છે..જુઓ ફોટાઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ગુજરાતી સંગીત જાણે રજા મોડ પર હોઈ તેવું લાગી રહ્યું છે કારણ કે એક પછી એક જે રીતે ગુજરાત ના સિંગરો વિદેશમાં ફરવા જઈ રહ્યા છે તેના કારણે એવું જ લાગે છે કે જાણે વિદેશમાં ગુજરાતી સંગીતકારોનો જમાવડો થયો છે. આપણે સૌ સોસ્યલ મીડયા પર આવા અનેક કલાકાર ફોટા અને વીડિઓ જોયા કે જ્યાં ગુજરાતી કલાકારો પોતાના પરિવાર સાથે વિદેશની ધરતી પર ઘણી મજાઓ માણતા જોવા મળી રહ્યા છે.

ત્યારે આપણે આવાજ બે ગુજરાતી સિંગર વિશે વાત કરવાની છે કે જેમના ફોટાઓ હાલમાં ઘણા વાયરલ થઇ રહ્યા છે. આપણે અહી કિંજલ દવે અને ગીતા રબારી વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત કિંજલ દવે અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ તેઓ ભાવી પતિ પવન સાથે દુબઈ ના પ્રવાશે ગયા હતા કે જ્યાં તેમણે એરપોર્ટથી લઈને દુબઈ સુધીની અનેક તસ્વીરો સોસ્યલ મીડયા પર શેર કરી.

આ તમામ ફોટાઓ અને વીડિઓ ને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો જેમાં કિંજલ દવે ના લુક ના કારણે ફેન્સ તેમના દિવાના થયા હતા જો કે દુબઈ થી આવ્યા બાદ ફરી એક વખત કિંજલ દવે વિદેશ પ્રવાશે ગયા છે અને હાલમાં તેઓ અમેરિકામાં છે અહી પણ તેમણે અમેરિકા જતા પહેલા અને ફોટા અને વીડિઓ શેર કર્યા અને અમેરિકા પહોચી ને પણ અનેક ફોટાઓ શેર કર્યા.

હવે જો વાત કચ્છી કોયલ એટલે કે ગીતા રબારી વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ અમેરિકા થી પરત આવેલા ગીતા બેન પતિ પૃથ્વી સાથે ફરી એક વખત અમેરિકા પહોચ્યા હતા સદાય પારંપરિક પોશાક માં રહેતા ગીતા બહેન અહી અલગ જ અંદાજ માં જોવા મળ્યા હતા જીન્સ અને ટીશર્ટ માં તેમનો લુક ફેન્સ ને ઘણો પસંદ આવ્યો હતો.

ગીતા બેન ભલે દેશથી દુર હોઈ પરંતુ દેશ વાસીઓ અને ફેન્સ સાથે સતત જોડાયેલા રહ્યા છે તેઓ ફેંસ માટે સોસ્યલ મીડયા પર અનેક વીડિઓ અને ફોટાઓ શેર કર્યા છે જેમાં લોકોએ ઢગલા બંધ પ્રેમ આપ્યો છે. તો હવે ફરી એક વખત તેમના ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે અને આ ફોટામાં ગીતા રબારી સાથે કિંજલ દવે પણ જોવા મળ્યા છે. જણાવી દઈએ કે હાલમાં બંને કલાકરો અમેરિકા માં જ છે કે જ્યાં બંને અમેરિકાની ગલીઓ માં મળી જતા એક બીજા સાથે ફોટાઓ પડાવ્યા છે.

કિંજલ દવે અને ગીતા રબારી નો આ ભેટો લાસ વેગસ માં થયો હતો કે જ્યાં તેમણે અનેક ફોટા પણ બનાવ્યાં આ સમયે તેમના પોઝ જોઇને અને ગીતા તથા કિંજલ ને સાથે જોઇને લોકોને ઘણો આનદ થયો અને લોકો ફોટાઓ પર પોતાનો ઘણો પ્રેમ વર્ષાવી રહ્યા છે. અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ અગાઉ પણ ગીતા રબારીએ અમેરિકામાં જીન્સ ટીશર્ટ માં ફોટાઓ પડાવ્યા હતા અને જેને લોકો તરફથી ભારે પ્રેમ મળ્યો હતો. જયારે કિંજલ દવે પણ જમ્પ સુટ માં ચશ્માં સાથે સફેદ બુટમાં જોવા મળ્યા હતા તેમના આ ફોટાઓ હાલમાં સોસ્યલ મીડયા પાર ઘણા વાયરલ થઇ રહ્યા છે અને લોકોને પસંદ પણ આવી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *