શરીર થી વિકલાંગ કિશને આજસુધી સ્કૂલ નું મોઢું જોયું નથી. છતાં પણ આર્ટક્લા માં પારંગત..કડકડાટ અંગ્રેજી માં નિપુણ…
આજના ઇન્ટરનેટ ના યુગ માં ઘણા લોકો બસ પોતાનો કિંમતી સમય મોબાઈલ માં વેડફી નાખતા હોય છે. એવામાં એક 28-વર્ષ ના યુવાન ની કહાની જાણી ને રડી પડશે. કપડવંજ માં રહેતો 28-વર્ષ નો કિશન ભીલ શરીરે થી દિવ્યાંગ છે. કિશન ને બે ફૂટ દૂર પાણી લેવામાં પણ કોઈ ની મદદ ની જરૂર પડે છે. કિશન કુદરતી ક્રિયાઓ પણ જાતે કરી શકતો નથી. કિશન ના પરિવાર માં માતા, બહેન અને તેનો નાનો ભાઈ છે.
કિશન ને બાળપણ માં શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ ન મળતા સ્કૂલ નું મોઢું પણ કિશને જોયેલ નથી. પરંતુ કિશન જીવન માં હિંમત ના હાર્યો. આજે કિશન કડકડાટ અંગ્રેજી બોલી શકે છે કોઈ સાથે વાત પણ કરી શકે છે અને પોતાની આર્ટ કલામાં એટલો બધો કાબેલ છે કે કોઈ ની આબેહૂબ નકલ પર કોરા કાગળ માં ઉતારી શકે છે.
કિશન ને સરકાર તરફ થી ધંધા માટે એક કેબીન મળી હતી. પરંત્તુ તે કઈ ખાસ ચાલી નહીં અને બંધ કરવાનો વારો આવ્યો હતો. કિશન આજે જે અંગ્રેજી બોલી શકે છે તેણે તેની જાતે યુ-ટ્યુબ અને ગુગલ ની મદદ થી શીખેલો છે. એ જયારે પણ નવરો હોય ત્યારે ફોન માં કંઈક ને કંઈક શીખતો રહે છે. છેલ્લા દસ વર્ષ ની મહેનત કિશન માટે રંગ લાવી છે. એની વાત કરવાની છટા પણ અધભુત છે. કિશન ને વર્ષ 2008 માં સરકાર તરફથી વહીલ ચેર મળી હતી તે પણ હવે ભાંગી ગઈ છે.
કિશન કહે છે કે, તેને તેના પરિવાર માટે કંઈક કરવું છે એટલે કે, રોજ ના જો તે 150-200 રૂપિયા પણ કમાય ને પરિવાર ને આપી શકે તો તેના પરિવાર માટે આર્થિક મદદ થાય. પિતાના અવસાનના પાંચ વર્ષ બાદ હાલ તો પરિવારના ચાર લોકોની જવાબદારી તેના નાના ભાઈ રાહુલને માથે છે. જવાબદારીના બોજે તો રાહુલે પણ લગભગ છઠ્ઠા ધોરણ થી જ ભણવાનું મૂકી દીધું અને છૂટક મજૂરીથી તે ઘરનું ગુજરાન ચલાવે છે. કિશન આજે ઘણા લોકો માટે એક પ્રેરણા બની ગયો છે. શારીરિક વિકલાંગ હોવા છતાં તેને આટલી બધી ધગશ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!