India

જગતના તાતને સલામ છે ! આ ખેડૂત પોતાના જ ખેતર માટે બની ગયો ભાલુ, કારણ જાણી તમને પણ આંચકો જ લાગી જશે…આવું શા માટે ?

Spread the love

ખેડૂતને આપણા જગતનો તાત ગણવામાં આવે છે કારણ કે જો એક ખેડૂત પોતે ખેતી કરશે તોજ આપણને શાકભાજી,અનાજ તથા ફળ-ફૂલ જેવી વસ્તુઓ મળી રહેશે બાકી જો તેવી વસ્તુઓ નહીં મળી રહે તો આપણું જીવન મુશ્કેલ બનશે. એક ખેડૂત બનવું સહેલું નથી કારણ કે દરેક વખતે ખેડૂતને પોતાના નસીબ પર ચાલવાનું રહેતું હોય છે, અમુક વખત કુદરતી રીતે તો અમુક વખત કુત્રિમ રીતે ખેડૂતોને કોઈને કોઈ મારો રહેતો જ હોય છે. એવામાં ઉત્તરપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સો એટલા એમાટે એટલો બધો અનોખો છે કારણ કે અહીં એક ખેડૂત પોતે ભાલુ બની જાય છે હવે તમને જાણતા નવાય લાગશે કે એક ખેડૂત પોતાના જ ખેતરમાં ભાલુ કેવી રીતે બની શકે અને શા માટે બન્યો હશે તો ચાલો તમને આ અંગે પુરી વાત જણાવીએ.સોશિયલ મીડિયા પર લખીમપુરના ખીરીના ખેડૂતનો આ જુગાડ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ભાલુ બનીને નજરે પડી રહ્યો છે. આવી તસવીરો સોશિયલ મીડિયા તથા વિડીયો વાયરલ થવા લાગ્યા તો દરેક સોશિયલ મીડિયા યુઝરોએ અનોખી અનોખી પ્રતિક્રિયા આપી હતી.

તમને જણાવી દઈએ કે આ ખેડૂતનું નામ ગજેન્દ્રસિંહ છે જે પોતાની શેરડીની ખેતીને બચાવા માટે આવી ભાલુના કપડા પેહરી લીધા છે અને ખેતરની રખવાળી કરી રહયા છે. આવું તેવી કપિરાજના ત્રાસથી કરતા હોય તેવું સામે આવ્યું છે, જાણવા મળ્યું હતું કે આ ઇલાકામાં 40 થી 45 જેટલા કપિરાજો આટા ફેરા મારી રહયા છે જે ખેતીને ખુબ નુકશાન પોહચાડી રહ્યા છે, આથી આ અંગેની અનેક અધિકારીઓને જાણ પણ કરી હતી તેમ છતાં કોઈ પ્રકારનો ઉકેલ ન આવતા ગજેન્દ્ર સિંહે આ સમસ્યાનું પોતે જ સમાધાન કરવાનું વિચારી લીધું હતું.

આથી આ બાદ ગજેન્દ્ર સિંહે 4000 રૂપિયાનો ખર્ચ કરીને ભાલુના આ પોશાકને ખરીદ્યો હતો અને પોતે જ ખેતરની રખવાળી કરવામાં લાગી ગયા, આ તસવીરો તથા વિડીયો વાયરલ ‘પ્રભાગીય વન અધિકારી’ સંજય બિસ્લાએ જણાવ્યું હતું કે તેવો ખેડૂતોને આશ્વાસન આપે છે કે ખેડૂતોની આ સમસ્યાનું તેઓ જલ્દીથી નિરાકરણ લાવશે અને જેમ બને તેમ કપિરાજ ખેતરને નુકશાન નહિ પોંહચાડે તેવા પુરા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *