Entertainment

ધોધમાર વરસાદમાં આ પ્રેમી પંખીડાએ રસ્તા પર એવી રીતે મજા માણી કે તમે જોતા જ રહી જશો !! જુઓ વિડીયો

Spread the love

મિત્રો હાલ તો તમને ખબર જ હશે કે આપણા દેશના અનેક એવા દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ જામી ગયો છે એવામાં ગુજરાત રાજ્યમાં પણ વરસાદની શરૂઆત થઇ ચુકી છે. વરસાદ આવતાની સાથે જ લોકોમાં ખુશીની લહેર ઉઠતી જોવા મળી હતી કારણ કે વરસાદને કારણે કાળઝાળ ગરમી માંથી ખુબ મુક્તિ મળી છે એટલું જ નહીં અનેક ખેડૂતો માટે વાવણી કરવા લાગ્યા હતા. એવામાં પેહલા વરસાદને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ખુબ ડીઈઓ પોતાના ઇન્સ્ટા સ્ટોરી અથવા તો સ્ટેટ્સ દ્વારા શેર કરતા જ રહેતા હોય છે.

એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ દિલ ખુશ થઇ જશે. આમ તો તમે જાણતા જ હશો કે જયારે પણ ભારે વરસાદ આવે ત્યારે નાના બાળકો તેમાં ન્હાવાનું પસંદ કરતા હોય છે અને વરસાદની ખુબ મજા માણતા હોય છે.પણ હાલ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કોઈ બાળકો નહીં પરંતુ એક કપલનો વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જે શરૂ વરસાદમાં જ રસ્તા પર ખુબ જોરદાર ડાંસ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રેમી કપલ પોતે રસ્તા પર જ ડાંસ કરતું જોવા મળી રહ્યું છે, યુવક યુવતીનો કપલ ડાંસ એટલૂં મસ્ત છે કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને દરેક સોશિયલ મીડિયા યુઝરોના મોઢે ફક્ત એક જ શબ્દ છે કે બસ જીવનમાં આવા મોમેન્ટ જોવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક તથા યુવતી ખુબ સારી રીતે એકબીજાની સાથે કપલ ડાંસની મજા માણી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોને ટ્વીટરના માધ્યમથી શેર કરવામાં આવ્યો છે પરંતુ જણાવી દઈએ કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પણ એટલી જ ધૂમ મચાવી રહ્યો છે જેટલો ટ્વીટરટ પર.વાયરલ થઇ રહેલ આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોના મનમાં ફક્ત એક જ શબ્દ હતો કે ‘બસ પોતાના જીવનમાં આવી મોમેન્ટ કરવી છે.’ જયારે બીજા સોશિયલ મીડિયા યુઝર જણાવે છે કે ‘ખરેખર આપણે આમ જ રેહવું જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *