પ્રીતિ ઝિંતા વિદેશ ગઈ પરંતુ પોતાની પરંપરા ન ભૂલી ! બાળકોના મુંડન માટે પોહચી આ મંદિરે અને શેર કરી આ ખાસ તસ્વીર….જુઓ તસ્વીર
પ્રીતિ ઝિંતા એક એવી અભિનેત્રી છે જેની ઉંમર હાલ ઘણી છે તેમ છતાં તેની સુંદરતા એવીને એવી જ છે, એટલું જ નહીં જેની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તેની સુંદરતામાં પણ વધારો થતો જઈ રહ્યો છે. તમે પંજાબની અનેક મેચોમાં પ્રીતિ ઝિંતાને જોતા જ હશો જેમાં તે પોતાની ટીમના લોગો વાળું ટીશર્ટ પેહ્રીને સપોર્ટ કરતા જોવા મળી રહેતી હોય છે. એવામાં આ અભિનેત્રી અંગેની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે જેના વિશે તમને જણાવી દેશો.
આ અભિનેત્રીએ વર્ષ 2016માં પોતાના બોયફ્રેન્ડ જિન ગુડનફ સાથે લગ્ન જીવનમાં જોડાયા બાદ તેણે પોતાના એક્ટિંગ કરિયરને પણ છોડી દીધું હતું અને વિદેશમાં સ્થાઈ થઇ ચુકી હતી. પ્રીતિ ઝિંતા ભલે પોતાના પતિ સાથે વિદેશમાં રહેવા ચાલી ગઈ છે પરંતુ તે હજુ ભારતીય સંસ્કૃતિને ભૂલી નથી તે અનેક વખત પોતાના સોશિયલ મીડિયા પર ભારતીય પહેરવેશ સાથેના અનેક એવી તસવીરો શેર કરતી રહે છે ભારતની પરંપરા બતાવે છે.
પ્રીતિ ઝિંતાએ પોતાના બંને જુડવા બાળકો તેમ જ તેના પતિ સાથે મુંડન ક્રિયા માટે શીમળાના હાટકોટી મંદિરે પોહચી હતી અને આ વિધિને સંપન્ન કરી હતી.ખરેખર આ એક વખાણલાયક વાત કહેવાય કારણ કે વિદેશમાં સ્થાય થયા બાદ પણ પ્રીતિ ઝિંતાએ પોતાની ભારતીય પરંપરા તથા સંસ્કારોનું આદર રાખીને પોતાના જોડિયા બાળકોનું મંદિરમાં મુંડન કરાવ્યું હતું જેમાં તેઓનો પતિ જિન ગુડનફ પણ હાજર રહ્યો હતો.
પોતાની માતા નીલ પ્રભા ઝિંતા તેમ જ ભાઈ કર્નલ દિપાંકર ઝિંતા પણ તેઓની સાથે હાજર રહયા હતા, વર્તમાન સમયમાં આ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે. પોતાના સંતાનોની મુંડન વિધિ બાદ પ્રીતિ ઝિન્ટા ખુબ વધારે ખુશ દેખાય હતી, પૂજા કરે તેની પેહલા આ અંગેની તમામ તસવીરો ખેંચવામાં મીડિયા તથા તમામ લોકોને મનાય કરવામાં આવી હતી.
મુંડન વિધિ પૂર્ણ થયા બાદ પ્રીતિએ પોતાના પરિવારજનો સાથે પણ અનેક તસવીરો ખેંચાવી હતી જે સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થઇ હતી અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહી હતી. સોશિયલ મીડિયા પર પણ પ્રીતિને ખુબ વધારે પ્રેમ આપવામાં આવે છે.