India

પંજાબ ના ગાયક સિદ્ધુ મુસેવાલા ની દિન દહાડે ગોળીઓ મારી હત્યા નિપજાવવામાં આવી. જાણવા મળ્યું કે…

Spread the love

ભારત માં અવારનવાર હત્યા થવાના બનાવો સામે આવતા જ હોય છે. અને લોકો નાની નાની એવી વાતો માં એકબીજા ની હત્યા કરી બેસે છે. હાલમાં પંજાબ ના એક પ્રખ્તાય ગાયક સિદ્ધુ મુસેવાલા ની હત્યા કરવામાં આવી છે. પંજાબ ના માનસા જીલા માં રવિવારે અજાણ્યા હમલાવરો એ પંજાબ ના પ્રખ્યત ગાયક અને કોંગ્રેસ ના નેતા એવા સિદ્ધુ મુસે વાલા ને ગોળી મારી ને હત્યા કરી નાખી હતી.

આ ઘટના પંજાબ સરકાર દ્વારા સિદ્ધુ મુસેવાલા ની સુરક્ષા પાછી લઇ લેવામાં આવી ત્યારબાદ બની છે. પોલીસ આ ગુનામાં તપાસ કરી રહી છે. અને પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે આ હત્યા દુશ્મની ને કારણે થઇ છે. આ ઘટના ના અમુક વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સિદ્ધુ મુસેવાલા ની ગાડી ની કોઈ બીજી ગાડી પીછો કરી રહી હતી.

પોલીસ અધિકારી એ જણાવ્યું કે સિદ્ધુ મુસેવાલા ઉપર રવિવારે સાંજ ના સમયે હુમલો કરવામાં આવ્યો હતો. પંજાબ ના ડી.જી.પી.-વી.કે.ભંવરા ના જણાવ્યા મુજબ સિદ્ધુ મુસેવાલા પોતાના પાડોશી ગુરવીન્દ સિંહ અને અન્ય એક સગા ગુરપ્રીત સિંહ ની સાથે બહાર જય રહ્યો હતો. આ દરમિયાન સિદ્ધુ મુસેવાલા ગાડી ચલાવી રહ્યા હતા. ત્યારે વચ્ચે સિદ્ધુ મુસેવાલા ની ગાડી ને અન્ય બે ગાડી એ ઘેરી હતી. અને અંધાંધૂધ ફાયરિંગ કર્યું હતું. જેમાં સિદ્ધુ મુસેવાલા નું મૃત્યુ થયું હતું.

પોલીસ ના જણવ્યા મુજબ સિદ્ધુ મુસેવાલા ની સાથે હમેશા 4 કમાંડો સુરક્ષા માટે રહેતા હતા. પણ હાલમાં 2 જ કમાન્ડો તેમની સાથે હતા. પોલીસે જણાવ્યું કે જયારે આ ઘટના બની ત્યારે સિદ્ધુ મુસેવાલા પોતાની સાથે એકેય કમાન્ડો ને લઇ નોતા ગયા અને નાતો તેમની પાસે બુલેટપ્રુફ ગાડી હતી. જાણવા મળ્યું કે હજુ 2 દિવસ પહેલા જ તેમની સુરક્ષા માં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *