ધંધુકા- કિશન ભરવાડ હત્યા કેસ. જેલ માં બંધ આરોપી ના વકીલે આરોપી માટે કરી મોટી અરજી. જણવા મળ્યું કે…
ગુજરાત માં ધંધુકા માં થયેલી હત્યા. આ હત્યા એ આખા ગુજરાત ને હચમચાવી દીધું હતું. આ હત્યા કિશન ભરવાડ નામના યુવાન ની કરવામાં આવી હતી. જે ને લીધે આખા ગુજરાત ઉપરાંત ભારત માં પણ ઘણી જગ્યા એ આના પડઘા પડ્યા હતા. 25 જાન્યુઆરી ના રોજ ધોળા દિવસે ધંધુકા માં કિશન ભરવાડ ની હત્યા કરવામાં આવી હતી.
કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ મુક્યા બાદ કિશન ભરવાડે સમાજ ની માફી પણ માંગી હતી. પણ અમુક લોકો ને માફી થી સંતોષ ન થતા પ્લેન બનાવીને કિશન ભરવાડ ની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા બાદ મામલા માં ઝડપી કાર્યવાહી કરીને પોલીસે આરોપીઓ ને પકડીને ઝડપી પાડ્યા હતા.
આ મામલે દિલ્હી ના એક મોઉલાનની પણ સંડોવણી બહાર આવતા તેને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ આ કેસ માં નવી બાબત બહાર આવી છે. આરોપીઓ ને જેલ માં મોકલાયા ના 100 દિવસ વીતી ગયા બાદ પણ હજુ સુધી કેસ ની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી નથી. આથી આરોપી કમરગ ઉસ્માની વકીલ દ્વારા આરોપીના કોર્ટ માં જામીન માંગવામા આવ્યા હતા.
આરોપીના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે કેસ માં ચાર્જશીટ હજુ સુધી ફાઈલ ન થતા અરજદાર ને ડિફોલ્ટ જામીન આપવામાં આવે. અને કહ્યું કે અરજદાર ઉત્તરપ્રદેશ ના રહેવાસી છે. તે ક્યાંય ભાગવાના નથી. પરંતુ કોર્ટે આ બાબત ની જમીન અરજી ને ફગાવી દીધી છે. અમદાવાદ ની ગ્રામ્ય કોર્ટ માં સ્થિત ગુજસીટોક ની ખાસ અદાલતે આ જામીન અરજી ફગાવી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!