આ તારીખે ગુજરાત માં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય ! હવામાન વિભાગ ના અંબાલાલ પટેલે કહ્યું કે…
ગુજરાત માં હાલ વરસાદી માહોલ જામી ચુકેલો છે. ઠેર ઠેર રસ્તાઓ વરસાદ ના પાણી થી જળબમ્બાકાર થઇ રહ્યા છે. દક્ષિણ ગુજરાત માં વરસાદ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે. ઠેર ઠેર લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. રાજ્ય ના મોટા ભાગ ના જળાશયો, ડેમો, નદી અને નાળા ભયજનક સપાટી થી ઉપર વહી રહ્યા છે. એવામાં હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ ની ફરી આગાહી કરતા મહત્વ ની બાબત કહી છે.
હવામાન વિભાગ ના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ આગામી દિવસો માં ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ સેવાય રહી છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ 24 જુલાઈ થી 30 જુલાઈ સુધીમાં ગુજરાત માં ભારે વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
22-જુલાઈ થી ગુજરાત માં વરસાદ ની ફરી શરૂઆત થઇ શકે છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ 24 થી 26 જુલાઈ સુધી માં ગુજરાત ના દરિયાકિનારા ના વિસ્તારો માં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ગુજરાત ના 164 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. ધીરે ધીરે ગુજરાત માંથી વરસાદ ઉત્તરપ્રદેશ તરફ પ્રયાણ કરતો જોવા મળે છે.
અને ત્યારબાદ આગામી 24 જુલાઈ થી ફરી વરસાદ ની સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાઓ હવામાન વિભાગ ના નિષ્ણાંતો એ આપેલ છે. આમ ફરી ગુજરાત માં જળબમ્બાકાર ની પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ જોવા મળે છે. ગુજરાત વાસીઓ ને વરસાદ ની સ્થિતિ માં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર તંત્ર ની બેદરકારી ને લીધે રસ્તા માં ભયજનક ખાડા પડવાથી કેટલાક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકો ના ઘરો માં પણ પાણી ઘુસી જવાના સમાચાર જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!