રાજસ્થાન- આત્મહત્યા નો બનાવ હચમચાવી દેતી ઘટના.માતા એ 3-બાળકો ને ફાંસી પર લટકાવ્યા બાદ તેણે પણ કરી લીધી આત્મહત્યા.
અત્યાર ના સમયમાં આત્મહત્યા ના કિસ્સાઓ માં ખાસ એવો વધારો થયેલો જોવા મળે છે. લોકો પોતાની જિંદગી થી કંટાળી જય ને આત્મહત્યા કરી બેસે છે. ક્યારેક તો એવી ઘટના બનતી હોય છે કે એકસાથે આખો પરિવાર આત્મહત્યા કરી બેસે છે. હાલમાં જ એવી એક આત્મહત્યા ની ઘટના સામે આવી છે. જે ઘટના સાંભળીને રુંવાટા બેઠા થઈ જાય છે.
રાજસ્થાન ના ચિતોરગઢ ની આ ઘટના સામેં આવી છે. ઘટના હચમચાવી દે તેવી છે. ચિતોરગઢ માં રહેતા એક પરિવાર ની માતા એ તેના 3 બાળકો ને ફાંસી પર લટકાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લે છે. કછિયા ખેડી ગામના માર્ગ પર આરએનટી કોલેજની પોલ્ટ્રી ફાર્મની આ ઘટના છે. જેમાં માતા બે પુત્રી સહીત એક પુત્ર નો મૃતદેહ મળી આવ્યો છે.
પોલ્ટ્રી ફાર્મમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસે ફૂટેજ જોયા તો સુસાઈડની ઘટના હોવાની જાણવા મળી હતી. ફૂટેજમાં જોવા મળે છે કે મહિલાએ પોલ્ટ્રી ફાર્મની પર ટીન શેડ પર લાગેલી પાઈપ પર દોરડા પર સૌથી પહેલા મોટી દીકરીને ફાંસીએ લટકાવે છે, ત્યાર બાદ દીકરાને અને પછી નાની દીકરીને. ત્યાર બાદ મહિલા પોતે ફાંસી લગાવી લીધી હતી. આ ઘટના માં મહિલાનો પતિ જયારે બજાર માં ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.
પોલીસ તરફ થી જાણવા મળ્યું કે આખો પરિવાર 7 વર્ષ થી પોલ્ટ્રી ફાર્મમાં મરઘાનું કામ કરે છે. અને પતિ બજાર માંથી પરત ફરતા સમયે ઘટના બની હતી. આખી ઘટના માં પત્ની રૂપા 28-વર્ષ, મોટી દીકરી શિવાની 7-વર્ષ, દીકરો રિતેશ 6-વર્ષ, નાની દીકરી કિરણ 3-વર્ષ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. બાદ માં આની જાણ પોલીસ ને અને ફાર્મ ના માલિક ને કરવામાં આવી હતી.
આખી ઘટના માં જાણવા મળ્યું કે મરનાર પત્ની નો પતિ છેલ્લા ઘણા સમય થી દારૂ પીતો હોય અને તે ઘણા સમય થી ફાર્મ માં કામ પણ કરતો ન હતો. જેથી તેની પત્ની ને કામ કરવું પડતું હતું. આ આખી વાત મરનાર પત્ની ના પિતા તરફથી જાણવા મળ્યું હતું.