Gujarat

રાજકોટ- 4,000 રૂપિયા ની લેતીદેતી બાબતે યુવાન ને મળ્યું દર્દનાક મોત..ઉછીના પૈસા પાછા માંગતા જ…

Spread the love

ગુજરાત માંથી રોજબરોજ મારધાડ અને હત્યા ના ઘણા કિસ્સાઓ સામે આવતા જ હોય છે. લોકો ખાસ હવે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળતા જોવા મળે છે. ક્યારેક બદલો લેવાની ભાવના સાથે મારધાડ થતી હોય છે તો ક્યારેક પૈસા ની લેતીદેતી ને લઈને મારધાડ થતી હોય છે. ક્યારેક તો લોકો એકબીજા ના મૃત્યુ પણ કરી બેસતા હોય છે. એવો જ એક બનાવ રાજકોટ થી સામે આવ્યો છે.

વધુ વિગતે જાણવા મળ્યું કે, એક પાટીદાર યુવાન ની હત્યા પૈસા ની લેતીદેતી બાબતે કરી દેવામાં આવી હતી. આ ઘટના રાજકોટ માં બે દિવસ પહેલા બની હતી. જેમાં મૌલિક કાકડિયા નામના યુવાન પર છરી ના ઘા ઝીકી હત્યા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું બે દિવસ બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજી ગયુ હતું.

ઘટના માં મૌલિક કાકડિયા એ હાર્દિકસિંહ નામના યુવાન ને 4,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. આ રૂપિયા મૌલિકે હાર્દિકસિંહ પાસે પાછા માંગ્યા હતા. પૈસા પાછા માંગતા હાર્દિકસિંહ ઉશ્કેરાય ગયો હતો. હાર્દિકસિંહ અને તેનો અન્ય મિત્ર દીપ બને મૌલિક પર તૂટી પડ્યા હતા. જેમાં રાજકોટ ના અમીન રોડ પર બુધવારે સાંજે મૌલિક ને ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના માં મૌલિક નો મિત્ર મૌલિક ને બચાવવા વચ્ચે પડ્યો હતો. જેમાં મૌલિક ના મિત્ર દિવ્યેશ ને પણ ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ આરોપી નાસી ગયા હતા. જાહેર રસ્તા પર આ ઘટના બનતા લોકો ના ટોળેટોળા એકઠા થઇ ગયા. મૌલિક ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બે દિવસ ની સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર દ્વારા આ બાબતે હાર્દિકસિંહ જાડેજા અને દીપ લાઠીયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે બને ની ધરપકડ કરી હતી. બને વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 326, 323, 324, 504, 188 તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે મૌલિક ના મોત બાદ 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો કર્યો છે. આ બનાવ બાદ ભારે ચકચાર મચી જવા પામી હતી. મૌલિક આજી ડેમ પાસે ના એક કારખાના માં ઇમિટેશન નું કામ કરતો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *