Gujarat

રાજકોટ- સ્પા માંથી ઝડપાયું ડ્રગ્સ રેકેટ. યુવતી એ કરી કમિશનર ને અરજી કહ્યું કે, ડ્રગ્સ લેવડાવી કરાવતા હતા દેહ વ્યાપાર.

Spread the love

ગુજરાત માં દેહ વ્યાપાર અને ડ્રગ્સ ના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ક્યારેક લોકો શોખ ખાતર ડ્રગ્સ લેતા હોય તો કેટલાક લોકો મજબૂરી માં ડ્રગ્સ લેતા હોય છે. ગુજરાત માંથી અવારનવાર કરોડો રૂપિયા માં ડ્રગ્સ પકડાય છે. ડ્રગ્સ ને કારણે કેટલાય પરિવારો તબાહ થઈ જતા હોય છે. ગુજરાત માં ડ્રગ્સ ની સાથે દેહ વ્યાપાર ની ઘટના પણ સામે આવતી હોય છે. એવો જ એક કેસ રાજકોટ શહેર થી સામે આવ્યો છે.

રાજકોટ માં અવારનવાર ડ્રગ્સ પકડાયા ના કિસ્સા સામે આવતા જ હોય છે. રાજકોટ માદક દૃવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું છે. રાજકોટ મા ડ્રગ્સ ના પેડલરો અવારનવાર ડ્રગ્સ મા જડ્પાતા હોય છે. અને લાખો રૂપિયા નો માલ જડ્પાતો હોય છે. હાલમાં જ એવી એક ઘટના રાજકોટ શહેર ની સામે આવી છે. રાજકોટ માંથી ફરી એક સ્પા મા ચાલતો ગોરખ ધંધો જડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટમાં વિદ્યાનગર રોડ પર આવેલ એવરેસ્ટ સ્પામાં MD ડ્રગ્સનો વેપલો ચાલતો હોવાની ચોંકાવનારી અરજી રાજકોટ પોલીસ કમિશનર પાસે આવી છે. જેમાં સ્પા ના માલિક પર એક ગંભીર આરોપ મુકવામાં આવેલો છે. સ્પા ના સંચાલક કિશન ઠાકોર અને તેની પત્ની મોના ઠાકોર છે. તે બન્ને સ્પા ના બહાના હેઠળ અંદર દેહ વ્યાપાર નો ધંધો ચલાવે છે તેવું એક યુવતી એ ફરિયાદ કરી છે. ફરિયાદ કરનાર પરિણીતા એ જણાવ્યું કે તેની પાસે થી 8 હજાર વસૂલવા સંચાલક દેહ વ્યાપાર કરાવતો હતો અને અઠવાડિયામાં ચારવાર MD ડ્રગ્સ પણ લેવડાવ્યું હતું.

અને તેને દેહવ્યાપાર માટે મોરબી મોકલતો હતો. યુવતી કહે છે કે તે લોકો તેને જબરદસ્તી પુર્વક ડ્રગ્સ લેવડાવતા હતા. અને તેને ૪ થી ૫ વાર MD ડ્રગ્સ લેવડાવ્યું હતું. પોલીસે આ આધારે કિશન ઠાકોર ને પુછપરછ માટે બોલાવ્યા હતા પણ બાદ મા તેને જવા દેવામાં આવ્યો હતો. અને પોલીસ ને સ્પા માંથી કોઈ ડ્રગ્સ મળ્યું ન હતું. અને આ બાબતે યુવતી એ રાજકોટ ના પોલીસ કામીશનર ને અરજી કરી હતી. અરજી કરતા જ રાજકોટ શહેર મા ચર્ચા નો વિષય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *