‘રાખી સાવંત’ ની માતા ને થઇ ગંભીર બીમારી. અભિનેત્રી એ રડતા રડતા જણાવી વાત કે તેની માતા ને બ્રેન, જાણો વિગતે.
અભિનેત્રી રાખી સાવંત ના પરિવાર માથે આભ ફાટે તેવી મુસીબત આવી પડી છે. અભિનેત્રી રાખી સાવંત મુંબઈના હોસ્પિટલમાં છે. કારણ કે અભિનેત્રી રાખી સાવંતના માતા જયા ભેડા ને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાખી સાવંત બીગ બોસ મરાઠી ના ઘર માંથી બહાર આવતાની સાથે જ રાખી સાવંતને ખ્યાલ આવ્યો કે તેની માતા ની તબિયત સારી નથી. આથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાખી સાવંતની માતાને પહેલાથી જ કેન્સરની બીમારી હતી. હવે તેને હોસ્પિટલમાં દાખલ કરતા ખ્યાલ આવ્યો કે તેને કેન્સર બાદ બ્રેન ટ્યુમરની બીમારી પણ થઈ ચૂકી છે. આથી અભિનેત્રી રાખી સાવંતે એક વીડિયો શેર કરીને લોકોને તેની માતા માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે કહ્યું હતું. તે કહે છે કે તેમની માતા માટે પ્લીઝ ભગવાનને પ્રાર્થના કરો. મારી માતા ને પ્રાથના ની ખુબ જરૂર છે.
રાખી સાવંતની માતાની તબિયત વિશે ડોક્ટરે જણાવ્યું હતું કે રાખી ની માતાના ફેફસા સુધી કેન્સર ફેલાઈ ચૂક્યું છે. તેમના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે તેમને રેડીએશન થેરાપી કેવી રીતે આપવી અને કેટલી આપવી. ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે રેડીએશન સિવાય બીજો કોઈ તેમના માટે ઉપાય કામ કરશે નહીં. અભિનેત્રી એ વિડીયો શેર કરતા તે તેમાં રડી પડી હતી.
તો મોટા મોટા સેલિબ્રિટીઓ સાથે રાખી સાવંતના ચાહકો રાખી સાવંતને આશ્વાસન આપતા નજરે ચડ્યા હતા. ગાયક કલાકાર અફસાના ખાને રાખી સાવંતને હિંમત રાખવા કહ્યું હતું. તો અભિનેત્રી મહિમા ચૌધરીએ લખ્યું કે તે તેની માતા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે. રાખી સાવંત ઘણા સમયથી મરાઠી બિગ બોસના ઘરમાં જોવા મળી હતી. આમ રાખી સાવંત અને તેના પરિવારમાથે હાલ ખૂબ જ મોટી મુસીબત આવી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!