મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ ની લોકપ્રિયતા દેશ વિદેશ સુધી ફેલાયેલી છે લોકોને હિન્દી ફિલ્મો સાથે હિન્દી કલાકારો પણ ઘણા પસંદ આવે છે. બોલીવુડ ના કલાકારો ની લોકપ્રિયતા આખા વિશ્વમાં છે. લોકો તેમને ઘણો પ્રેમ આપે છે અને તેમના પરિવાર તથા તેમના જીવન વિશે વધુ માહિતી મેળવવા માંગે છે. આપણે અહીં આવીજ એક બાબત ને લઈને વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા બોલીવુડ માં જો કોઈ ચર્ચાનો વિષય હોઈ તોતે રણવીર આલિયા છે આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમય થી રણવીર અને આલિયા ને લઈને અને ખાસ તો તેમના લગ્ન ને લઈને અનેક બાબતો સામે આવતી હતી. તેવામાં હવે ફાઇનલી રણવીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે જેના કારણે ફેન્સ માં પણ ખુશી નો માહોલ છે.
જણાવી દઈએ કે હાલમાં કપૂર અને ભટ્ટ પરિવાર લગ્નની ખુશીઓ માં છે કારણકે ચાર વર્ષથી વધુ સમયથી એક બીજા ને ડેટ કરી રહેલ રણબીર આલિયા આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્નના પવિત્ર બંધન માં જોડાયા છે. જો વાત આ લગ્ન અંગે કરીએ તો લગ્ન પૂરા થયા બાદ હવે ખાસ તસવીરો સામે આવો રહી છે.
મળતી માહિતી અનુસાર લગ્નમાં માં માત્ર 50 લોકો જ હતા જેમાં કપૂર અને ભટ્ટ પરિવાર સાથો સાથ આકાંક્ષા રંજન અને આકાશ અંબાણી તથા શ્લોકા અંબાણી, કરન જોહર ઉપરાંત લવ રંજન, અયાન મુખર્જી હાજર રહ્યા હતા. આ સમય ની ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ની તથા કારણ જોહર ની તસવીરો સામે આવી હતી.
લગ્ન ને લઈને કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ સાડી માં ઘણા સુંદર લાગી રહ્યા હતા. જો વાત લગ્ન સમયે રણવીર આલિયા ના લુક અંગે કરીએ તો આ કપલ ઘણુંજ સુંદર લાગી રહ્યી હતું તેમણે ડિઝાઇનર સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલ આઉટફિટ પહેર્યા હતા. આ સમયે તેઓ ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.
જણાવી દઈએ કે લગ્નની તસવીરો શેર કરતા આલિયાએ લખ્યું કે ‘આજે અમે અમારા મિત્રો તથા પરિવારની અમારા ઘરમાં, છેલ્લાં પાંચ વર્ષ અમારી મનપસંદ જગ્યા બાલ્કનીમાં વિતાવ્યા છે, ત્યાં લગ્ન કર્યાં. અમે ઘણું બધું પાછળ મૂકી દીધું છે અને અમે નવી યાદો બનાવવા માટે ઉત્સુક છીએ. પ્રેમ, હાસ્ય, મૌન, મૂવી નાઇટ્સ, મીઠા ઝઘડા, વાઇન અને ચાઇનીઝ… અમારા જીવનની ખાસ ક્ષણોમાં તમારા પ્રેમ માટે આભાર. તમારા પ્રેમે આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી છે.’
જોકે હાલમાં રણવીર આલિયા ના લગ્ન રિસેપશન ને લઈને કોઈ માહિતી મળી નથી અને ત્તેઓ ટૂંક સમય માં બોલીવુડ ફ્રેન્ડસ માટે રિસેપ્શન રાખે તેવી શક્યતા છે. લગ્ન સમયે કપલ સાથે બંને પરિવાર ના ચહેરા પર લગ્નની ખુશીઓ સાફ જોવા મળતી હતી અને લગ્ન સમયે મંડપ માં જ રણવીર અને આલિયા નો લિપ લોક મોમેન્ટ પણ સામે આવ્યો
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.