વડોદરામાં એક તરફી પ્રેમિએ પ્રેમિકાના હાથ કાપીને જે કર્યું તેને લઈને પોલીસ તપાસમાં આવી ચોકાવનાર માહિતી સામે આવી
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગુંડા તત્વો નું જોર વધ્યું હોઈ તેવું લાગે છે કારણ કે એક પછી એક જે રીતે હત્યા ના બનાવો અને તેમાં પણ ખાસ કરીને મહિલા અને યુવતિઓ ને લાગતા હત્યા ના બનાવો સામે આવ્યા છે તેના કારણે સમગ્ર પંથક ધ્રુજી ઊઠ્યો છે. લોકોએ ખોટા પ્રેમ અને પ્રેમિનુ ભયાનક કુરુપ જોયું છે જેના કારણે હવે મહિલા સુરક્ષા નો પ્રસ્ન સામે આવ્યો છે.
આપણે સૌ જાણીએ છિએ કે જ્યાં એક તરફ સૂરત માં બનેલી ગ્રીષ્મા હત્યા ની ઘટના માં આરોપી ફેનિલ ને સજા મળી નથી તેવામાં આવોજ એક હત્યા નો બનાવ વડોદરાથી પણ સામે આવ્યો હતો કે જ્યાં કલ્પેશ ઠાકોર નામના યુવકે એક તરફી પ્રેમને લઈને 19 વર્ષીય તૃષા સોલંકી ની હત્યા કરી હતી. જોકે હાલમાં આરોપી પોલીસ ના કબજામા છે અને પોલીસે આરોપી સાથે સમગ્ર બાબત નું રિકન્સ્ટ્રક્શન પણ કારવ્યું હતું.
જેને લઈને પોલીસ ટીમ કલ્પેશ સાથે તેના ઘરેથી લઈને ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા. પુછતાછ માં અને શોધ માં પોલીસ ને હત્યા માટે ઉપયોગ માં લેવામાં આવેલ પાળિયુ પણ મળી આવ્યું જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી કલ્પેશ તૃષા ના એક તરફી પ્રેમમાં પાગલ હતો તેણે આત્મ હત્યા ના પ્રયાસ કરી ને યુવતિ ને ડરાવ્વાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તૃષા તેને પસંદ કરતી નહતી. હત્યા પહેલા પણ કલ્પેશે તૃષા ને આત્મ હત્યા ની ધમકી આપી મળવા બોલાવી અને તેની હત્યા કરી હતી.
જ્યારે આરોપી યુવતિ પર વાર કરતો હતો ત્યારે યુવતીએ પોતાને બચાવ્વા જતા તેના હાથ કપાયા હતા. હત્યા બાદ કલ્પેશે તૃષા નું સ્કૂટર દૂર લઇ ગયો અને તેનો ફોન બંધ કરી સંતાડી દીધો જ્યારે હત્યા બાદ પોતે ઘરે આવીને સુઈ ગયો. રસ્તામાં તેણે પોતાના મિત્ર ને પણ બોલાવ્યો હતો. જે તમામ બાબત ને લઈને પોલીસ તપાસ માં માહિતી મળી.
જો વાત તૃષા અંગે કરીએ તો જણાવી દઈએ કે 19 વર્ષ ની હતી અને એસવાય બીકોમ મા અભ્યાસ કરતી હતી. જણાવી દઈએ કે તૃષા પોલીસની ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી. આ માટે તે પોતાના માણેજા ખાતે આર્યન રેસિડેન્સીમાં રહેતા તેના મામાના ઘરે રહેતી હતી.