નવીનવેલી કારે સર્જી ભયંકર દુર્ઘટના! એપાર્ટમેન્ટ માં આવતા જ કારે બીજી ગાડીઓ નો કાઢી નાખ્યો કચ્ચરઘાણ, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા મારફત આપણે અનેક વિડીયો નિહાળતા જોઈએ છીએ. સોશિયલ મીડિયા મારફત લોકો દેશ-દુનિયા ની તમામ ખબરો થી માહિતગાર થતા હોય છે. ક્યારેક ક્યારેક એવા એવા ભયાનક વિડીયો સામે આવે કે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. રોજેરોજ અકસ્માત ના પણ કેસો સામે આવતા હોય છે. એવી જ એક દુર્ઘટના હાલ કેમેરા માં કેદ થવા પામી છે.
વિડીયો માં જોઈ શકાય છે કે એક કાર નું સંતુલન ગબડી જતા કારે કેટલીય ગાડીઓ નો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. આ વિડીયો માં જોવા મળે છે તેમ એક વ્યક્તિ હજુ કાર ના શો રૂમ માંથી નવી ટાટા નેક્સન કાર ખરીદી કરી ને લાવેલ છે અને કાર ને હાર પણ પહેરાવેલો હોય છે. જયારે આ વ્યક્તિ કાર ને તેના એપાર્ટમેન્ટ માં લાવે છે ત્યારે ભયંકર દુર્ઘટના બને છે.
કાર જેવી એઓપાર્ટમેન્ટ માં આવી કે અચાનક કાર ચાલક સંતુલન ગુમાવી બેસે છે અને કાર પર કાબુ રહેતો નથી. અને અચાનક ત્યાં પાર્કિંગ માં કાર કેટલીય ગાડીઓ પર ફરી વળે છે. અને બધી ગાડીઓ ને નુકશાન કરી બેસે છે. કાર જેવી ગાડીઓ પર ફરી વળી કે કાર પણ પલ્ટી મારી ગઈ હતી. આમ આ ભયાનક અકસ્માત નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર લોકો ખુબ જ નિહાળી રહયા છે.
આ વિડીયો ને ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવેલ છે. જેને હજારો લોકો એ નિહાળી લીધો છે. અને કાર ચાલાક પ્રત્યે અવનવી કોમેન્ટો કરતા જોવા મળે છે. આવા અનેક વિડીયો રોજબરોજ આપણી સમક્ષ આવતા હોય છે. અને ક્યારેક તો લોકો પર કાર ચડી જતા લોકો મોત ને પણ ભેટતા હોય છે.
What a grand arrival home ? pic.twitter.com/ilSeNcKexD
— Sqn Ldr Vinod Kumar (Retd) (@veekay122002) October 7, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!