ગુજરાત વાસીઓ થઇ જજો તૈયાર. આ તારીખે આપવામાં આવ્યું છે વરસાદ નું એલર્ટ…
ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. ઠેર ઠેર વરસાદી પાણી થી લોકો ને ભારે મુશ્કિલો નો સામનો કરવો પડતો હતો. અનેક લોકો ના ઘરો માં પાણી ઘુસી ગયા હતા. તો ક્યાંક પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું. એવામાં હવે વરસાદી માહોલ થોડો ઓછો થયો છે. ગુજરાત ના ઘણા શહેરો માં બફારા ની સ્થિતિ જોવા મળે છે. સાથે સાથે તડકો પણ જોવા મળે છે. એવામાં હવામાન વિભાગે હવે વરસાદ ના ત્રીજા રાઉન્ડ ની ઘોષણા કરી છે.
હવામાન વિભાગે આવતા ચાર-પાંચ દિવસ ભારત ના ઘણા વિસ્તારો માં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસો માં મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ માં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ માં 29-જુલાઈ સુધી માં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. આ સાથે જો ગુજરાત ની વાત કરવામાં આવે તો…
દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે. સાથે સાથે હિમાચલ પ્રદેશ માં 31-જુલાઈ સુધીમાં ભારે વરસાદ ની આગાહીઓ કરવામાં આવેલી છે.
ઉત્તરાખંડ રાજ્ય માં 29-જુલાઈ થી 2-ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસશે. આ સાથે જ પંજાબ અને ઉત્તર હરિયાણા રાજ્યો ને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. હરિયાણા માં પણ ધીમે ધીમે 29-30 જુલાઈ સુધી માં વરસાદ શરુ થવાની શક્યતાઓ છે. આમ ગુજરાત સહિત ભારત ના જુદા જુદા રાજ્યો માં હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 2.75 ઈંચ વરસાદ અને કપરાડામાં 2 ઈંચ વરસાદ થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!