Gujarat

વિશ્વ માં આ યુવાન ત્રીજો છે કે જેને એવી ગંભીર બીમારી હતી કે, 12-કલાક ઓપરેશન ચાલ્યા બાદ…

Spread the love

ક્યારેક ક્યારેક વ્યક્તિઓ ને એવી એવી બીમારી થઇ જતી હોય છે કે જેનું નિદાન કરવું ખુબ જ મુશ્કિલ હોય છે. ક્યારેક વ્યક્તિ બિમાર હોય છતાં તેને ખ્યાલ હોતો નથી કે તેને આવી બીમારી છે. એવો જ એક કેસ જૂનાગઢ ની થી સામે આવ્યો છે. જાણવા મળ્યું કે, રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ના નીલાખા ગામે રહેતા 40-વર્ષીય યુવાન જગદીશભાઈ હુંબલ ને અચાનક ખેંચ આવવાની શરુ થઇ ગઈ હતી.

જગદીશભાઈ ને જૂનાગઢ માં આવેલી અગસ્ત્ય હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાંના ડોક્ટરો એ તેનમું એમઆરઈ સ્કેન કરાવ્યું. તો તેમને સિનોન્સલ મેલાનોમા નામની ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું. એટલે કે સિનોન્સલ મેલાનોમા નામની એક ગાંઠ મગજ માં હતી. હોસ્પિટલ ના ડોક્ટર ધવલ ગોહિલ અને રવિ જાળવે એ આ બાબતે માહિતી આપી હતી.

ડોક્ટરો ના જણાવ્યા મુજબ આ ગાંઠ નાક દ્વારા મગજ સુધી ફેલાય હતી. એટલે કે નાક માંથી છેક મગજ સુધી આ ગાંઠ જગદીશભાઈ ને ફેલાઈ ગઈ હતી. જે બાદ તાત્કાલિક જગદીશભાઈ નું ઓપરેશન કરવામાં આવ્યું હતું. લગભગ 12-કલાક સુધી ઓપરેશન કર્યા બાદ જગદીશભાઈ નું ઓપરેશન સફળ રહ્યું હતું. જગદીશભાઈ હવે સ્વસ્થ છે.

ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું કે, આ વિશ્વ માં ત્રીજો કેસ જ છે કે જેમાં આવી રીતે આ ગાંઠ સામે આવી હોય. ડોક્ટરો ની કુશળતા ને કારણે જગદીશભાઈ ને નવું જીવન મળ્યું હતું. આમ આવી અનેક ગંભીર બીમારીઓ લોકો ને થતી હોય છે. વ્યક્તિ ને જરા પણ કઈ થાઈ તો વિના વિલંબે ડોક્ટર ને ત્યાં તપાસ માટે જવું જોઇએ જેથી તાત્કાલિક તેનું નિદાન થઇ શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *