કમકમાટી ભર્યો અકસ્માત! ટ્રકે સ્કૂટરને ટક્કર મારતાં વૃદ્ધ પતિ પત્નીનુ મોત ગાડી સવાર પૌત્ર પણ ઘટનામા..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
હાલમાં આવોજ એક ગંભીર અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક ટ્રક દ્વારા સ્કૂટર ને ટક્કર મારતાં વૃદ્ધ દંપતિ મૃત્યુ પામ્યાં હતા. આ ઘટના સુરતના અમરોલી ખાતે ની છે અહીં એક ટ્રક અને સ્કૂટર વચ્ચે ભીષણ ટક્કર થઈ છે જેમાં બે લોકોના મૃત્યુ થયા છે જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયું છે.
જો વાત મૃતક અંગે કરીએ તો તેમાં ઉકાભાઇ કાળાભાઈ શિંગાળા ઉપરાંત તેમના પત્ની સવિતાબેન નો સમાવેશ થાય છે જણાવી દઈએ કે આ દંપતિ પુણાગામના દયારામ સોસાયટીમાં રહેતા હતા. અને દિકરિ નયનાબેનના ઘરે પ્રસંગ હોવાથી પોતાના ઘરેથી 12 વર્ષનો પૌત્ર હેત સાથે વરાછા ખાતે વિશ્વનાથ સોસાયટી જય રહ્યા હતા.
આ સમયે મોટા વરાછા તળાવ નજીક આવેલા જૂના ચેક પોસ્ટ પાસે એક તેજ રફ્તાર આવતા ટ્રક સાથે આ સ્કૂટર સવાર દંપતિ નો ટક્કર થતાં દંપતિ મૃત્યુ પામી જ્યારે પૌત્ર ને ગંભીર ઈજા થતાં હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ઉકાભાઇ ભાવનગરના જેસર તાલુકાના વતની હતા.