દુઃખદ ઘટના ! લાંબા સમય થી સારવાર હેઠળ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે દિલ્હી ની એઇમ્સ માં લીધા અંતિમ શ્વાસ. લાંબા સમય થી તે,
બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે એક દુઃખદ સમાચાર હાલ સામે આવ્યા છે. બોલીવુડના પ્રખ્યાત જાણીતા કોમેડીયન અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી એમ્સ હોસ્પિટલમાં કરુણ મૃત્યુ થયું છે. બોલીવુડમાં ખૂબ જ પોતાનું નામ કરી ચૂકેલા અનેક ફિલ્મમાં નાના મોટા રોલ ભજવી ચૂકેલા અને પોતાની કોમેડીથી ભારત દેશવાસીઓને હસાવનારા આજે ભગવાનના ઘેર જતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સાથે ભારત દેશવાસીઓ દુઃખના દરિયામાં ગરકાવ થઈ ચૂક્યા છે.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ઘણા સમયથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ 40 દિવસથી પણ વધુ દિવસો સારવાર હેઠળ રહ્યા બાદ તેમનું દુઃખદ અવસાન થયું છે. રાજુ શ્રીવાસ્તવ ની વાત કરીએ તો તે 10 ઓગસ્ટ થી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. રાજુ શ્રીવાસ્તવ નો જન્મ 25 ડિસેમ્બર 1963 ના રોજ કાનપુર માં મધ્યમ વર્ગમાં થયો હતો.
જાણવા મળ્યું હતું કે 58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટના રોજ જિમ માં પોતાનું રોજબરોજ નું વર્ક આઉટ કરી રહ્યા હતા. આ સમય અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. તે બાદ તેને તાત્કાલિક દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ડોક્ટર્સની ટીમે તેની એન્જિયાપ્લાસ્ટી પણ કરી હતી. પરંતુ તેમનું બ્રેન રિસ્પોન્સ કોઈ ખાસ હોતું નથી અને ધબકારા પણ ખૂબ જ ઓછા હતા. અને 40 દિવસ ની મોટી સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લેતા ચાહકોમાં દુઃખની લાગણી છવાઈ છે.
ઘણા નામી લોકોએ આ સમાચાર સાંભળીને રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની સાથે ભાજપના એક કાર્યકર્તા પણ હતા. પહેલા તે 2014માં સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. પરંતુ ત્યારબાદ ટિકિટ પાછી ખેંચી લઈને ભાજપમાં જોડાયા હતા. આમ કોમેડી બોલીવુડમાં કામ અને સાથો સાથ ભાજપમાં એક્ટિવ રહીને સમાજ સેવામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા હતા. તેને બોલીવુડમાં અનેક નાની મોટી ફિલ્મ ભજવેલી છે. આમ આ સમાચાર આવતા ની સાથે જ બોલિવૂડની સાથે ચાહકો આઘાતમાં પડી ગયા છે. અને બોલીવુડે એક સારો સારા એવા અભિનેતા ખોઈ નાખ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!