Gujarat

શું નવરાત્રી માં વરસાદ વિઘ્નરૂપ થશે? હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી જાણો વિગતે.

Spread the love

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણમાં પલટો આવેલો છે. ઠેર ઠેર વરસાદી પાણીથી રોડ, રસ્તાઓ, નદી, નાળાઓ અને ડેમો જળબંબાકાર થઈ રહ્યા છે. એવામાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલતો હોય લોકો નવરાત્રીનો આનંદ માણી શક્યા ન હતા. પરંતુ આ વર્ષે ખેલૈયા માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ખેલૈયાઓને ડર છે કે વરસાદ ગરબા માં વિઘ્ન ના પાડે તો સારું. એવામાં હવામાન વિભાગના નિષ્ણાંતો ના જણાવ્યું કે,

આગામી 23 અને 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સાથે 23 સપ્ટેમ્બરે સ્માર્ટ સિટી અમદાવાદમાં છુટાછવાયા વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી ચૂક્યા છે. સાથો સાથ હવામાન વિભાગ આગાહી કરી કે નવરાત્રિના દિવસોમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત હોવાની પણ જાણકારી આપી હતી. જેથી કરીને ગરબા રસિકો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ગરબા રસીય ઓએ રાહતના શ્વાસ લીધા હતા.

આખા ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપી, ભરૂચ, ડાંગ, ભાવનગર, અમરેલી, વલસાડ, નવસારી વગેરે જિલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતાઓ સેવાઈ રહે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળે છે. આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે.

છેલ્લા કેટલાય સમયથી ડાંગ, આહવા, વઘઈ, સાપુતારામાં વરસાદ મૂકીને વર્ષી રહ્યો છે. અને ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાય છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં પણ ગઈકાલ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ ભરૂચ જિલ્લાના રહેવાસીઓને અનેક વરસાદી પાણીઓનો સામનો કર્યો પડ્યો હતો. હવે થોડાક જ સમયમાં વરસાદ ગુજરાતમાંથી વિદાય લે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *