જો તમે માં મોગલ ના ધામ દર્શન કરવા જય શકતા નથી. તો મણિધર બાપુ એ કહ્યું કે આવી રીતે ઘરે પૂજા કરવાથી માં મોગલ થાય છે પ્રસન્ન.
આપણા ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું કબરાઉ માં મોગલ નું ધામ આજે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. લોકો વિદેશમાંથી પણ મોગલને પાસે દર્શન અર્થે આવે છે. અને પોતાની માનતાઓ પૂરી કરતા હોય છે. જ્યારે લોકો મા મોગલ ની માનતાઓ પૂરી કરવા આવે છે. ત્યારે મોગલના ધામમાં બિરાજમાન મણિધર બાપુ ભક્તોને સાચી સલાહ આપે છે અને માતાજીની પૂજા અર્ચના કઈ રીતે કરવી તે પણ સલાહ આપતા હોય છે.
જ્યારે ભક્તો માનતા પૂરી કરવા આવે છે ત્યારે મણીધર બાપુ તેમની જો કોઈ પૈસાની માનતા હોય તો તે પૈસા પણ લેતા નથી અને તેને સામે એક રૂપિયો તેમાં નાખીને પરત આપતા હોય છે. પરંતુ કેટલાક ભક્તો એવા છે કે માતાના ધામ સુધી દર્શન કરવા પહોંચી શકતા હોતા નથી. એવા ભક્તો માટે મણીધર બાપુએ કહ્યું કે તમે ઘરે પણ મા મોગલ ની પૂજા અર્ચના પૂરી શ્રદ્ધા અને આસ્થા થી કરી શકો છો. આ માટે મણીધર બાપુએ ભક્તોને સલાહ આપી કે તમે કઈ રીતે મા મોગલ ને પ્રસન્ન કરશો.
મણીધર બાપુ કહે છે કે જો તમે ઘરે જ માતા મોગલ ને યાદ કરીને તેની પૂજા અર્ચના કરવા માંગતા હો તો ઘરે તેમના ફોટા પાસે અગરબત્તી અને દીવો કરવો સાથે. તમારા કુળદેવીની પણ પૂજા કરવી. મણિધર બાપુ કહે છે કે માં મોગલ ને ગુગળ નો ધૂપ કરવો જોઈએ. જેનાથી માં મોગલ પ્રસન્ન થાય છે. મણીધર બાપુ કહે છે કે માં મોગલ ના કોઈ વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી.
પરંતુ માં મોગલ ને પ્રસન્ન કરવા માટે કોઈ વ્યક્તિને કપડાનું દાન કરવું જોઈએ. જેથી માતા મોગલ તેના ઉપર પ્રસન્ન થાય છે. સાથોસાથ જણાવે છે કે મંગળવારના દિવસે ગરીબ બાળકોને પોતાના ઘરે બોલાવીને પ્રેમથી જમાડવા જોઈએ. જેથી તેના આશીર્વાદ મળે છે. અને માં મોગલ પણ પોતાના આશીર્વાદ ભક્તો ઉપર વરસાવતા હોય છે. મણીધર બાપુ કહે છે કે માં મોગલ ને સાચી આસ્થા અને શ્રદ્ધાથી યાદ કરવામાં આવે તો તમારું બધું જ કામ થઈ જતું હોય છે. અને આપણને માં મોગલના અનેક પરચાઓ જોવા મળતા હોય છે. આમ જે લોકો માં મોગલ ના ધામ દર્શન કરવા આવી શકતા નથી. તે લોકો માટે મણીધર બાપુએ ઘરે જ પૂજા અર્ચના કરવાની સલાહ આપીને કહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!