સિદ્ધુ મુસેવાલા ની હત્યા ની જવાબદારી લેનાર લોરેન્સ બિશ્નોઈ ના નામથી સલમાન ખાન ને મળ્યો ધમકીભર્યો પત્ર, દિલ્હી પોલીસ સમક્ષ લોરેન્સ બિશ્નોઈ એ કહ્યું કે…
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ને દિલ્હી પોલીસ ની સ્પેશિયલ સેલ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછ અભિનેતા સલમાન ખાન ના ઘર ની બહાર મળેલા ધમકીભર્યા પત્ર માટે થયેલી છે. લોરેન્સ બિશ્નોઈ અને તેના કેનેડામાં રહેતા બેસ્ટ સાથી ગોલ્ડી બરાર ને સિદ્ધુ મુંસેવાલા ની હત્યા ની જવાબદારી લીધી હતી. આ ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ નો એક વિડીયો સામે આવ્યો હતો.
આ વિડીયો માં તેને અભિનેતા સલમાન ખાન માટે વાત કહી હતી. આ વાત ને લઇ ને સલમાન ખાન ના પિતા એ એક પત્ર મળ્યો હતો. પોલીસ ના જણવ્યા મુજબ સલમાન ખાન ના પિતા ને આ પત્ર એક બેન્ચ પર મળ્યો હતો. કે જ્યાં સલમાન ખાન ના પિતા રોજ જોગિંગ કર્યા બાદ તે બેન્ચ પર બેઠે છે. જે પત્ર માં જીબી અને એલબી એવા શબ્દો નો ઉલ્લેખ હતો. પોલીસ મુજબ આ શબ્દ નો મતલબ કદાચ ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ થાય છે.
આ પત્ર માં સલમાન ખાન ને મારવાની ધમકી મળી છે. આ ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સલમાન ખાન ની સુરક્ષા માં વધારો કરવામા આવ્યો છે. આ બાબતે તિહાડ જેલ માં બંધ લોરેન્સ બિશ્નોઈ ને દિલ્હી ની સ્પેસીઅલ સેલ દ્વારા પૂછપરછ માં લીધો હતો. આ પુછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ એ કહ્યું કે આ પત્ર મળવામાં તેનો કોઈ હાથ એમાં નથી.
તેને પોલીસ ને જણાવ્યું કે ગોલ્ડી બરાર ને સલમાન ખાન સાથે કોઈ દુશમની નથી. દિલ્હી પોલીસે જણાવ્યું કે આમાં એવું પણ થઇ શકે છે કે, આ લોરેન્સ બિશ્નોઈ ના નામ અને ગોલ્ડી બરારી નામ નામ નો ઉપયોગ કરી ને કોઈ અન્ય ગેંગ અથવા વ્યક્તિ એ આ પત્ર લખ્યો હોઈ શકે. અને આ બાબતે બધી જ તરફ થી તપાસ થઇ રહી છે. આ બાબત ને લઇ ને મુંબઈ માં સલમાન ખાન ની સુરક્ષા માં વધારો કરી દેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!