14-વર્ષ ની સગીરા નો વારંવાર રેપ કરનાર ને સગીરા એ મોત ને ઘાટ ઉતારી દીધો સમગ્ર મામલે થયો મોટો ખુલાસો…

રાજસ્થાન ના અલ્વર થી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જાણી ને હેરાન થઇ જશો. જેમાં એક બળાત્કાર નો ભોગ બનતી સગીરા એ બળાત્કાર કરનાર વ્યક્તિને મોત ને ઘાટ ઉતારી દીધો છે. વધુ વિગતે જાણવા મળ્યું કે,એક સગીરા વિક્રમ યાદવ નામના વ્યક્તિ ના ઘરે પાણી ભરવા જતી હતી. એક દિવસ સગીરા એ વિક્રમ પાસે થી ફોન માંગ્યો. યુવતી એ એ ફોન દ્વારા તેના પ્રેમી સાથે વાત કરી હતી. વિક્રમે આ વાત નું કોલ રેકોર્ડિંગ ફોન માં રાખ્યું હતું.

અને એ યુવતી ને એ કોલ રેકોર્ડિંગ ના આધારે બ્લેકમેલ કરતો હતો. અને ઘણા સમય થી યુવતી નો રેપ કરતો હતો ત્યારબાદ વિક્રમેં યુવતી ને તેના મિત્રો સાથે પણ સંભંધ રાખવા કહ્યું હતું. વિક્રમ યાદવ છે તે ગામના પૂર્વ સરપંચ નો 45 વર્ષ નો દીકરો હતો. આ વાત થી યુવતી ઘણી નારાજ હતી આથી યુવતી એ વિક્રમ ને પાણી ભરવાના બહાના હેઠળ ખેતર માં બોલાવ્યો હતો.

જયારે વિક્રમ ખેતર માં આવ્યો ત્યારે તે નશા ની હાલત માં હતો. આથી યુવતી એ ચૂંદડી વડે ગળું દબાવી ને મારી નાખ્યો. અને લાશ ને રોડ પર ફેંકી દીધી હતી. ઘરના લોકો એ એવું થયું કે વિક્રમ નું મોત પડી જવાથી થયું છે. પરંતુ અંતિમસંસ્કાર સમયે ગળા પર લોહી ના નિશાનો જોતા શક ગયો હતો. બાદ માં પોલીસ ને જાણ કરવામાં આવી હતી. તપાસ માં બધી વિગતો બહાર આવી હતી.

અને જાણવા મળ્યું કે, 14 વર્ષ ની સગીરા તે જ ગામની જે દસમા ધોરણ માં અભ્યાસ કરે છે. તેણે જ હત્યા કરી નાખી હતી. યુવતી ની માતા નું મૃત્યુ થઇ ચૂક્યું છે અને ભાઈ પ્રાયવેટ નોકરી કરે છે આ મામલે પોલીસે સગીરા ની અટકાયત કરીને તેને નારી નિકેતન માં મોકલી આપવામાં આવી છે. સગીરા એ વિક્રમ સહીત ત્રણ લોકો સામે રેપ નો કેસ નોંધાવ્યો હતો ઘટના સ્થળ પર થી મોબાઈલ પણ મળી આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.