રાજસ્થાન- ખુશી નો પ્રસંગ માતમ માં ફેરવાયો ! રોડ અકસ્માત માં 8-જાનૈયાઓ ના થયા મોત.
રોડ અકસ્માત ના કિસ્સાઓ માં બહોળા પ્રમાણ માં વધારો થઇ રહ્યો છે. લોકો રસ્તા પર આડેધડ વાહનો ચલાવતા હોય છે. બેફામ રીતે વાહનો ચલાવવાને કારણે ખુબ જ અકસ્માત થતા હોય છે. એવા માં એક હચમચાવતો કિસ્સો અકસ્માત નો સામો આવ્યો છે. જેમાં એક લગ્ન માં જય રહેલા એકસાથે 8-જાનૈયાઓ નું રોડ અકસ્માત માં મોત થયું. મરનાર માં મોટા થી માંડી ને નાના બાળકો પણ સામેલ છે.
રાજસ્થાન ના બાડમેર માં સોમવારે રોડ અકસ્માત થયો હતો. જાણવા મળ્યું કે, સેડિયા ગામના રહેવાસી એક બોલેરો કાર માં લગ્ન માં કાંધી ની ઢાણી જતા હતા. આ સમયે કાર માં 9 લોકો સવાર હતા.જે પૈકી 8-લોકો ના મૃત્યુ થઇ ચુક્યા છે. રામજી ની ગોલથી ગુડામાલા ની હાઇવે પર બોલેરો કાર અને એક ટ્રક ધડાકાભેર અથડાયા હતા.
આ સમયે બીજા જાનૈયાઓ અન્ય વાહનમાં આવી રહ્યા હતા. આ એક્સીડંટ જોઈ ને તે લોકો એ વાહનો રોકી દીધા. અને એક્સીડંટ માં ફસાયેલા પોતાના પરિવારજનો ને બહાર કાઢ્યા હતા. બોલેરો કાર ને એટલું બધું નુકશાન થયું હતું કે, લોકો ને બહાર કાઢવા પણ મહામુશીબત થઇ પડી હતી. ભારેજહેમત બાદ લોકો ને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માત માં પુનમારામ પુત્ર ઢીમારામ, પ્રકાશ પુત્ર પ્રેમરામ, મનીષ પુત્ર પુનામારામ, પ્રિન્સ પુત્ર માંગીલાલ, ભગીરથરામ પુત્ર પોકારારમ, અને પુત્ર પુનમાંરમ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. અને માંગીલાલન પુત્ર નૈનારામ અને બુદ્ધરામ પુત્ર કાનારામ નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પ્રકાશ પુત્ર હરજીરામ વિશ્નોઇ ઘાયલ થયા હતા. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!,