જંગલ માં લટાર મારતી એક સિંહણ અચાનક માનવ ટેન્ટ માં ઘુસી ગઈ ત્યારબાદ જે થયું તે જોઈ ને તો…જુઓ વિડીયો.
જંગલ ના રાજા તરીકે ઓળખાતા સિંહો ના વિડીયો સોશિયલ મિડિયા પર અવારનવાર વાયરલ થતા જ હોય છે. જયારે સિંહ જંગલ માં લટાર મારવા આવે છે એટલે બીજા પશુઓ કાંતો ભાગી જાય અથવા તો સિંહો નો શિકાર થઇ જતા હોય છે. ગુજરાત માં તો ગીર આજુબાજુ ના વિસ્તારો માં સિંહો રસ્તા પર આવી પહોંચતા હોય છે. અને ક્યારેક પશુઓ નું મારણ કરતા હોય છે. ઘણીવાર સિંહોં માનવવસ્તી માં આવી પહોંચતા હોય છે.
એવો જ એક સિંહણ નો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે જયારે પ્રવાસીઓ જંગલ માં પ્રવાસ માટે જાય છે તો ત્યાં ટેન્ટો નાખી ને રહેતા હોય છે. એવો જ એક જંગલ નો વિડીયો છે. જેમાં એક જંગલ માં માણસ ના રહેવા માટે નું એક ટેન્ટ જોવા મળે છે. જેમાં એક સિંહણ બાજુ માંથી ધીરે ધીરે આવે છે. અને અચાનક જ ટેન્ટ ની અંદર ઘુસી જાય છે.
ટેન્ટ માં જય ને તે આમતેમ જોવે છે પરંતુ, તેને તેમાં કોઈ માણસ મળતો નથી એટલે કે ટેન્ટ ખાલી હતું. આ દરમિયાન એક કાર ચાલક આ વિડીયો રેકોર્ડ કરે છે. અને કાર ને ચાલુ કરે છે. જેવી કાર ચાલુ કરી કે સિંહને ઝોરદાર ત્રાડ પાડી અને કાર ની સામું મોં કરી લીધું. ત્યારબાદ કાર ચાલક ધીરે ધીરે કાર ને નજીક લાવે છે. આ જોઈ ને સિંહણ ટેન્ટ ની બહાર નીકળે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
સિંહણ બહાર આવીને આમતેમ નજર મારે છે. અને ત્યારબાદ ટેન્ટ ની પાછળ જંગલ માં વઈ જાય છે. સદનસીબે ટેન્ટ માં કોઈ હતું નહીં એટલે કઈ જાનહાની થઈ ન હતી. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.