ધન્ય છે ખજુરભાઈ ને ! 90 વર્ષ ના કચરો વીણી ને ગુજરાન ચલાવતા દાદી ને ખજુરભાઈ એ એવી મદદ કરી કે…જુઓ વિડીયો.
ગુજરાત ના સોનુ સુદ તરીકે ઓળખાતા લોકો ના પ્રિય વ્યક્તિ એવા ખજુરભાઈ ને આજે આખું ગુજરાત ઓળખે છે. ખજુરભાઈ એટલે નીતિનભાઈ જાની. ખજુરભાઈ પોતાના કોમેડી વિડીયો યુ ટ્યુબ માં ખુબ જ શેર કરતા હોય છે. લોકો ને ખજુરભાઈ ના વિડીયો ખુબ જ પસંદ પડતા હોય છે. ખજુરભાઈ એ હવે વિડીયો માં કોમેડી ની સાથોસાથ ગુજરાત માં સેવા ની પ્રવૃત્તિ માં એવું જંપલાવ્યું છે કે, બધા લોકો તેની વાહ ! વાહ ! કરી રહ્યા છે.
ગુજરાત માં રહેલ તમામ ગામે ગામે જય ને ગરીબ લોકો ની જે રીતે ખજુરભાઈ મદદે પહોંચે છે તેના માટે તેને ધન્ય છે. હાલમાં એક વિડીયો ખજુરભાઈ નો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કચરો વીણતાં માજી ને ખજુરભાઈ એ એવી મદદ કરી કે લોકો એ ખજુરભાઈ ના ખુબ જ વખાણ કર્યા. આ વિડીયો રાજકોટ જિલ્લા નો છે. રાજકોટ માં ખજુરભાઈ ની નજર એક 90 વર્ષ ના દાદી પર પડે છે.
આ 90 વર્ષ ના દાદી રસ્તા પર કચરો વીણવાનું કામ કરી રહ્યા હતા. ખજુભાઈ તેની પાસે જાય છે. અને દાદી ને પૂછે છે, કે તમારું નામ શું છે? તમારી ઉમર શું છે? ઘરમાં કેટલા વ્યક્તિ છે? દાદી નો દીકરો ગુજરી ગયો છે. અને દાદી કચરો વીણી ને પોતાનું ગુજરાન ચલાવે છે તેમ જણાવ્યું હતું. દાદી એ કહ્યું કે, તે દિવસ ના 50-60 રૂપિયા કમાય ને ગુજરાન ચલાવે છે.
ખજુરભાઈ એ દાદી ને 21,000 રૂપિયા આપીં ને દાદી ને કહ્યું કે આ તમારી પાસે રાખો. અને બાદ માં દાદી ને પોતાની કાર માં ઘર સુધી મુકવા જાય છે. ખરેખર ખજુરભાઈ એ આ દાદી ની મદદ કરીને ખુબ જ ઉમદા કામ કર્યું. ખજુરભાઈ આવા લોકો ની ખુબ જ મદદ કરતા જોવા મળે છે. તેમને વાવાઝોડાં માં પડી ગયેલા 200 ઘરૉ ને ગામડે ગામડે જય ને બનાવ્યા હતા. જુઓ વિડીયો.
View this post on Instagram
અને કેટલાક છેવાડા ના ગામોમાં પાણી ની સુવિધા નો હોય ત્યાં જય ને તે પાણી ની વ્યવસ્થા પણ કરી આપે છે. ખજુરભાઈ ખુબ જ સારું કામ કરી રહ્યા છે. અને લોકો તેમને ખુબ જ સપોર્ટ પણ કરતા હોય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.